REGIONALગુજરાતી

પેપર મેશી આર્ટનાં ઉત્કૃષ્ટ કલાકાર નીલુ પટેલ નેશનલ એવોર્ડ પુરસ્કારથી સમ્માનિત

  • નીલુ પટેલ પેપર મેશી ક્રાફ્ટના ક્ષેત્રે છેલ્લાં 25 વર્ષથી કાર્યરત
  • પેપર મેશી ક્રાફ્ટમાં 2014માં ઓનરરી ડોક્ટોરેટની ડિગ્રી મેળવી

 રિસાયકલ સમાચારપત્ર માંથી પમરાટ ફેલાવનાર, ‘છાપાંને પાછાં ઉપયોગમાં લેનાર અને પર્યાવરણના જતનમાં મશગૂલ એવાં નીલુ પટેલ પેપર મેશી આર્ટનાં ઉત્કૃષ્ટ કલાકાર છે.
છાપાંના માવામાંથી બનાવેલી અમદાવાદની ઓળખસમી ઐતિહાસિક સીદી સૈયદની જાળીથી નેશનલ એવોર્ડ મેળવીને ગુજરાતને ગૌરવ અપાવનાર નીલુ ઉત્સાહી કલાકાર છે.

લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, વન્ડર બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ, એવરેસ્ટ વર્લ્ડ રેકોર્ડ, સુપર્બ વર્લ્ડ રેકોર્ડ્સ, જિનિયસ બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ, રેકોર્ડ હોલ્ડર્સ રિપબ્લિક – યુકે, સ્પેન, ઈન્ડિયા જેવી અનેક આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બુકમાં ગૌરવવંતુ સ્થાન ધરાવનાર નીલુ પેપર મેશી ક્રાફ્ટના ક્ષેત્રે છેલ્લાં 2૫ વર્ષથી કાર્યરત છે. પેપર મેશી ક્રાફ્ટ પર બુક લખનાર નીલુ પટેલે પસ્તીમાં આપી દેવાયેલાં છાપાંઓના કાગળના માવા, ગુંદર, માટીના મિશ્રણથી 2000થી વધુ નયનરમ્ય અને અદ્દભુત કલાકૃતિઓ બનાવી છે.

પેપર મેશી ક્રાફ્ટમાં 2014 માં ઓનરરી ડોક્ટોરેટની ડિગ્રી મેળવનાર નીલુને સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ‘લાર્જેસ્ટ પોટ’ દ્વારા મળી હતી. યુનિવર્સિટી રેકોર્ડ ફોરમ, ગોલ્ડન બુક રેકોર્ડ, ઈન્ડિયન વર્લ્ડ રેકોર્ડ વગેરે 13 જેટલી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રેકોર્ડસ બુકમાં સ્થાન પામનાર આ લાર્જેસ્ટ પોટ અધધધ 16 ફુટ અને 9 ઈંચની ઊંચાઈ ધરાવતો મહાકાય પોટ છે. જે આકાશમાં વિહરતાં વાદળો સાથે ગોષ્ઠિ કરતો હોય તેવો લાગે છે. આઠ ફૂટ છ ઈંચનું ડાયામીટર ધરાવતો, વિશાળ અને ભવ્ય અને આકાશે આંબવા મથતો આ પોટ વેસ્ટ ન્યુઝપેપર્સના પેજની સ્ટિક તૈયાર કરીને 28 દિવસમાં બનાવવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર-ઑક્ટોબર 2015 દરમિયાન ની 5950 ન્યુઝપેપર્સનાં પેજની જેટલી સ્ટિક્સ બનાવી હતી અને સ્ટિક્સને ઝાડના ગુંદર વડે ચોંટાડીને 28 દિવસમાં ભવ્ય લાર્જેસ્ટ બ્યુટિફુલ પોટ બનાવ્યો હતો. જે  હાલ અમદાવાદ ના સીટી મ્યૂઝિમમાં જનતા અને નવી પેઢીને જોવા શીખવા માટે AMC  અમદાવાદ ને દાન કર્યો છે. તેમણે આના માટે ભારત અને વિશ્વમાં સર્વત્ર આવકાર મળ્યો હતો. વિશ્વની ઘણી બધી સંસ્થાઓએ આ ઈકો ફ્રેન્ડલી કાર્યને વિવિધ રીતે નવાજ્યું હતું.

નીલુની આ અદ્દભુત કલાનું જ્યાં જ્યાં પ્રદર્શન થાય ત્યાં તેમની માતા સતત તેની સાથે રહે છે અને પ્રોત્સાહિત કરતાં રહે છે. નીલુની વિવિધ કલાકૃતિઓનું પ્રદર્શન અમદાવાદની લલિત કલા આર્ટ ગેલરી, રવિશંકર કલાભવન, અમદાવાદ હાટ વગેરે સ્થળે તો થયું જ છે. આ ઉપરાંત ઉદેપુરની કલા-વિધિ આર્ટ ગેલેરી, મુંબઈ-દિલ્લી- જયપુર – લંડનની આર્ટ ગેલેરીમાં પણ પ્રદર્શન યોજાયું હતું. પર્યાવરણનું જતન કરતી સર્જનાત્મક પ્રવૃત્તિ હોવાથી નીલુને બ્રિટનની સંસ્થાઓએ અને ગુજરાત રાજ્ય સરકારના વાઈબ્રન્ટ 15 અને 17 માં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નીલુ પટેલે એચએસસી સુધીનો અભ્યાસ નવરંગ સ્કુલમાં કર્યો હતો. કૉલેજમાં જઇને ડિગ્રી લેવાને બદલે તેમને નાનપણથી જ ક્રાફ્ટ, પેઈન્ટિંગ અને ડિઝાઈનનો શોખ હોવાથી ડિપ્લોમા ઈન ટેક્સટાઈલ ડિઝાઈનિંગ, મલ્ટિમિડિયા એન્ડ ઓટોકેડ ડિઝાઇનિંગ, ગવર્નમેન્ટ સર્ટિફિકેટ કોર્સ ઇન પેપર મેશી અને અને સી.એન.ફાઈન આર્ટ્સમાંથી ફાઈન આર્ટસનો કોર્સ કર્યો. તેમના પપ્પા સદ્દગત ગુણવંતભાઈએ ને માતાએ પણ દીકરી નીલુને કૉલેજમાં જવાને બદલે તેની હોબી-શોખને પ્રોત્સાહિત કરી હતી ગુણવંતભાઈ ડેન્ટલ કૉલેજમાં લાઈબ્રેરિયન હોવાથી તેમને વાંચવાનો, નવું નવું જાણવાનો, ટેબલ-ટેનિસ રમવાનો શોખ હતો. તેઓ નેચર લવર્સ પણ હતા. જે ગુણ નીલુમાં જોવા મળે છે. નીલુ પણ નેચર, એનિમલ લવર્સ છે. નીલુને દેશી નાની ચકલી, જાસૂદ, પારિજાત અને લીલીનાં ફૂલો-વૃક્ષો ખૂબ જ ગમે છે. તેમણે બે પેટ ડોગ પણ રાખ્યા છે. જે તેમના બહુ સારા કમ્પેનિયન છે ! હસ્તકલાનું સર્જન કર્યા પછી એ કૃતિનું દર્શન સૌપ્રથમ મમ્મી અને આ બે ડોગ કરે છે ! તેમના મુખારવિંદ પર હાસ્ય રેલાય. અહોભાવનો ભાવ નીખલી ઊઠે એટલે મારું સર્જન શ્રેષ્ઠ ! નીલુને કલ્પેશ નામે એક મોટો ભાઈ છે. જે કોમર્સ ગ્રેજ્યુએટ હોવા છતાં શ્રેષ્ઠ ડિઝાઈનર છે.

નીલુને ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના ભૂતપૂર્વ સીએમ નરેન્દ્ર મોદીના હસ્તકે ગુજરાત સ્ટેટ એવોર્ડ (2012) મળ્યો છે અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના ‘મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ’ દ્વારા પેપર પલ્પમાંથી ‘સીદી સૈયદની જાળી’ના આર્ટ પીસને નેશનલ એવોર્ડ (2015) મળ્યો છે.
અમદાવાદની આગવી ઓળખ સમી સીદી સૈયદની જાળી, સલ્તન્ત યુગની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ વચ્ચે ઈ.સ.1573માં બનાવાયેલી તે આજદિન સુધી એટલી બધી આકર્ષક રહી છે કે વિશ્વનો હર કોઈ કલાકાર આ ઉત્કૃષ્ટ કલાકૃતિને જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. આ કૃતિ વિશ્વનો કોઈ પણ પ્રવાસીનું નયનરમ્ય આકર્ષણ રહ્યું છે. ઉચ્ચતમ સફળતા મેળવવા માટે એક ઋષિ, તપસ્વી જેવી સાધના-તપ કરવું પડે છે. આખરે હૃદયસ્થ થઈ ગયા પછી છાપાંઓ સાથે એ જ મસ્તી ! ઢગલાબંધ છાપાંઓને પાણી ભરેલી ડોલમાં 20-20 દિવસ સુધી પલાળવાનાં ! દર બે દિવસે પાણી બદલતાં રહેવાનું. 20 દિવસના અંતે છાપાંનો કાગળનો માવો થઈ જાય પછી તેને લસોટીને પલ્પ તરીકે તૈયાર કરવાનો. પછી તેને સુકવીને પાઉડરના ફોર્મમાં બનાવવાનો. તેમાં ગુંદર, માટી અને કુદરતી રંગોનું મિશ્રણ કરીને એક લોટ જેવું પડ બનાવવાનું. બીટ, હળદર અને પારિજાતનાં ફૂલનો કલર માટે ઉપયોગ કર્યો. આખરે આ મિશ્રિત લોટને ત્રણ બાય ચાર ફૂટની ડ્રો કરેલી સીદી સૈયદની લાકડાની મોલ્ડિંગ કરેલી જાળીવાળી ક્રેન પર દરેક વળાંકો અને નકશીકામ પ્રમાણે ગોઠવતાં જવાનું ! આ આખી બેનમૂન કલાકૃતિ બનાવતાં નવ મહિના થયા હતા ! એક સ્વપ્ન આખરે નવ મહિનાની મહેનત પછી સાકાર થયું. આ મહેનત રંગ તો ત્યારે રાખ્યા જ્યારે તેમને નેશનલ એવોર્ડ મળ્યો અને ગુજરાતને આ ક્ષેત્રે ઐતિહાસિક ગૌરવ પણ મળ્યું. મોટાભાગે આવા ક્ષેત્રે કાશ્મીર અને ઓડિશાની જ ઈજારાશાહી જોવા મળે છે. આ રાજ્યના કલાકારો જ નેશનલ એવોર્ડ લઈ જતા હોય છે. આ ઈજારાશાહી તોડવામાં અને એક શ્રેષ્ઠ કૃતિના સર્જનમાં નીલુ પટેલ સફળ રહ્યાં હતાં.

નીલુએ આ ક્ષેત્રે સૌપ્રથમ પેપર પલ્પમાંથી માસ્ક બનાવવાનું શરૂ કર્યું હતું. પ્રથમ મુખારવિંદ આઠ ઇંચના શ્રીનાથજીનું બનાવ્યું હતું. અને તે એટલું બધું સરસ બન્યું હતું કે બધાએ તેમની આ કલાને બિરદાવી હતી.ખાસ કરીને તેમના પપ્પા અને મોટાભાઈએ તેમને સૌથી વધુ પ્રોત્સાહિત કર્યા હતા. આ પછી માસ્ક બનાવવાની નીલુને ખૂબ જ મજા આવવા લાગી. આજ સુધીમાં એટલે કે 2૫ વર્ષમાં તે વિવિધ હાવભાવવાળા 2000 થી વધુ મોહરા બનાવી ચૂક્યા છે. હમણાં તેમણે શીવજી અને શ્રીનાથજીનું મુખરવિંદ લાઈટિંગ ડેકોરેશન સાથે ભવ્ય બનાવ્યું  છે.

નીલુ પટેલનું ગ્વાલ સ્વરૂપ પિછવાઈ પેઈન્ટિંગ અદ્દભુત પેઈન્ટિંગ છે. ચાર બાય ત્રણ ફૂટનું પિછવાઈ પેઈન્ટિંગ પણ 12 થી 15 કિલો છાપાંની પસ્તીને પલાળીને તેમાંથી પલ્પ દ્વારા બનાવવામાં આવ્યું છે. ‘ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં સ્થાન પામેલી આ નયનરમ્ય રંગદર્શી પીછવાઈ વર્ક છ મહિનામાં અથાક પરિશ્રમ પછી બની છે, જેમાં પલ્પ, ગુંદર, માટી અને રંગોના ઉપયોગથી એક ભવ્ય કલાકૃતિનું સર્જન થયું છે. પિછવાઈ પેઈન્ટિંગ એક ભવ્ય કલાકૃતિનું સર્જન થયું છે. પિછવાઈ પેઈન્ટિક એક રિલીફ આર્ટ છે. જે બનાવવાની તેમને ખૂબ જ મજા આવી હતી.
લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મેળવનાર નીલુ આ કલા લુપ્ત ન થાય એટલે તેઓ તેમની સંસ્થા “મુખૌટે” ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશન હેઠળ વિવિધ શાળા-કૉલેજો અને સામાજિક સંસ્થાઓમાં તેની વર્કશોપ યોજે છે. સ્લમ એરિયા અને અનાથ આશ્રમ તેમ અંધરજન મંડળમાં વર્કશોપ યોજીને તેમની આર્થિક સભર-પગભર થવા પ્રોત્સાહિત કરવાની સામાજિક સેવા પણ કરે છે. હાલમાં પણ 20 જરૂરિયાતમંદ ભાઈ-બહેનો તે તાલીમ આપી રહ્યા છે. જેનાથી આ કલા આવનાર સમયમાં લોકોમાં વધુને વધુ પ્રચલિત બને અને જેનાથી સ્વરોજગારી પ્રાપ્ત કરી લોકો આર્થિક રીતે પગભર બને. પેપર પલ્પ, પેપર રોલ સ્ટિક અને પેપર પીસ જેવી પદ્ધતિથી તેઓ આ કલાનું જીવંત રાખવા અને લોકપયોગી બનાવવા અથાક પ્રયત્નો કરી રહ્યાં છે. આ પદ્ધતિથી તૈયાર થયેલી તમામ ચીજવસ્તુઓ સંપૂર્ણ કુદરતી પ્રાપ્ય સાધોમાંથી બનાવવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે જરા પણ હાનિકારક નથી. તેની બ્યુટી વેલ્યુ લોન્ગ ટાઈમ સુધી જળવાઈ રહે તેવી હોય છે. તેના વિસર્જન માટે પણ ફક્ત પાણી સિવાય કોઈ તત્વની જરૂર પડતી નથી. એ સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી છે. કોઈપણ પ્રકારનો કેમિકલ્સનો એમાં ઉપયોગ કરવામાં આવતો નથી.
નીલુ પટેલ પેપર મેશી આર્ટ દ્વારા પર્યાવરણનું જતન કરવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યાં છે. વધુમાં પેપર મેશી આર્ટમાં રુચિ ધરાવતા યુવતી-યુવાનોને તાલીમ આપી આ કલાને વધુ દેશ-વિદેશમાં ખ્યાતિ મળે તે માટે હંમેશા તત્પર રહે છે. ઈચ્છુક વ્યક્તિઓ તેમની વેબસાઈટ www.creativeneelu.com અને પર પણ સંપર્ક કરી શકે છે.

આ ઉપરાંત નીલુ પટેલ લંડનમાં “Music From the Silent Flute” (મુંગી વાસળીઓના સૂર) આ નામના ટાઈટલ હેઠળ 24 જુલાઈ થી 6 ઓગસ્ટ 2017 સુધી બ્રેન્ટ એરીયાની વીસ્ડન ગેલેરી અને નહેરુ આર્ટ સેન્ટર ચેલસી ઓલડ ટાઉન હોલ લંડન માં પેઈન્ટીંગનાં પ્રદર્શની યોજેલ  છે.  લંડનમાં 2016  રંગીલુ ગુજરાત 2017  દરમ્યાન ટ્રાયબલ ઈન્ડિયાના ફેસ્ટીવલમાં પણ ભાગ લીઘો.

હાલમાં આટ્રુરુમ દ્વારા યોજેલ  પબલીક વોટ 4252 વોટથી ચુટાયેલ  ચીત્ર સાથે બીજા અનેક ચીત્રો પ્રદર્શીત કરવાનું સથાન ઇનટરનેશનલ લેવલે  વિષવ ના ૧૦૦ જેટલા ચીત્રકારો સાથે ડિસપલેને લાહવો મલયો જે લંડનની ફેમસ  હોટેલ  મૈલા વાઈટ હાઉસ હોટેલ  રીજૈનટ પાકઁ એરીયા લંડનમા 10 જાનયુઆરી થી 14 જાન્યુઆરીમાં પ્રદર્શન થયુ અને ત્યાર બાદ અમદાવાદમાં  મુખૌટે ક્રેએટિવે આર્ટ ફોઉન્ડેશન દ્વારા અમદાવાદની ગુફા ગેલેરી 19 થી 24 ફેબ્રુઆરી 2019, ત્યાર બાદ અમદાવાદ ની ગુફા ઓપન ગેલેરીમાં 8-9 માર્ચ જુહી મેળો 2019ગુજરાત વિદ્યાપીઠમા, 9થી12 માર્ચ 2019 નેપાળ પ્રિવ્યૂ  પ્રદર્શન અને નેપાળ ની મીથીલા યૈન ગેલેરી મા પ્રદર્શન થયુ. ત્યાર બાદ હથીસિંગ વિસુઅલ આર્ટ સેંટર /ગેલેરી માં 4થી 8 એપ્રિલ 2019 , મુખૌટે ક્રેએટિવે આર્ટ ફોઉન્ડેશન દ્વારા ચેરીટી પ્રદર્શન   અને   સોલો પ્રદર્શન 7 થી 12 મે  દરમીયાન થયુ.

હાલમાં 28મે થી 2 જૂન અમદાવાદની ગુફા ગેલેરીમાં જૂથ પ્રદર્શન મુખોટે દ્વારા કરવામાં આવ્યું. મુખોટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશન. એક ખાનગી ચેરીટેબલ ટ્રસ્ટ છે,જે ઘણા નાના-મોટા સામાજીક કાર્યો કરે છે. આ ઉપરાંત લુપ્ત થતી કલાઓને પણ જીવંત રાખવાનાં કાર્યો પણ કરે છે. નીલુ પટેલ Neelu Patel આ ટ્રસ્ટના મૂળ માલિક છે.

કલા અને કલાકારોને પણ સતત પ્રોત્સાહન મળી રહે એ ભાવનાથી આ વર્ષ ના અંતથી તે કલાકારોને ભેગા કરી જુદા જુદા ગ્રુપ બનાવવા જઈ રહ્યું છે. જેમાં જનરલ, વુમન અને વર્કશોપ ને લગતા ત્રણ મુખ્ય ગ્રુપ છે. આ ગ્રુપમાં જોડાવા માટે ફ્રી રજીસ્ટ્રેશન ચાલુ છે.  આ ગ્રુપની રચનાનો મુખ્ય ઉદ્દેશ સારા કલાકારો અને એમની કલાને સ્થાનીય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનો, વર્કશોપ યોજવા તથા કલાને લગતા બીજા કાર્યો કરવાનો છે.
આ એક “no profit, no loss” હેઠળ કામ કરતી સંસ્થા છે, જેમાં એકઠી થતી રકમ નો ઉપયોગ માત્ર  કલાને લગતાં કાર્યોમાં જ કરવામાં આવે  છે.

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply