in ,

રાજકોટમાં સરકારી આવાસના ફોર્મ લેવા માટે લોકોમાં પડાપડીઃ કમિશનરે શાંતિ જાળવવા કરી અપીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMAY હેઠળ બનનારી સ્માર્ટ ઘરના કુલ ૨૧૭૬ આવાસ માટેના ફોર્મ વિતરણ રાજકોટ આઈ.સી.આઈ.સી.આઈ. (ICICI) બેન્કની વિવિધ ૧૪ શાખા પરથી શરૂ થતા લોકો મોટી સંખ્યામાં ફોર્મ લેવા માટે લાંબી લાઈનો લગાવી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી રાજકોટના કમિશનર દ્વારા શહેરની જનતાને અપીલ કરીને મનપાના છ સિવિલ સેન્ટર પર ફોર્મનું વિતરણ શરૂ કરાયું હોવાનું જણાવ્યું હતું.

રાજકોટમાં સરકારી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં લોકો ફોર્મ લેવા ઉમ ટી પડતા ધક્કામુકી થઈ છે. જ્યારે મનપા દ્વારા છ સિવિક સેન્ટરમાં ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ફોર્મનું વિતરણ એક મહિના સુધી થવાનું છે, અને લોકો બિનજરૂરી અફડાતફડી ના મચાવે. બેન્કની વિવિધ શાખાઓ પર ધસારો ના કરે. નાગરિકો ખુબ શાંતિથી અને આરામથી ફોર્મ મેળવે. સૌને પુરતો સમય મળનાર છે. આ આવાસ યોજનાના ફોર્મ માત્ર ૧ બી.એચ.કે ફ્લેટ માટે જ છે, ફોર્મ વિતરણ ટુંકા સમય માટે જ છે એવી અફવાથી દોરાવું નહી.


તેમણે જણાવ્યું હતું કે, પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ધરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. સ્માર્ટ ધર–EWS-૧ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક રૂપિયા ૦૩ લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે. રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. (ICICI) બેન્કની વિવિધશાખા ઉપરાંત છ સિટી સિવિક સેન્ટર પરથી એક મહિના સુધી આ યોજના માટેના અરજીપત્રકો મેળવી શકશે. આ યોજના સંપૂર્ણપણે કમ્પ્યુટર ડ્રો મારફત થવાની છે, તો ખોટી અફવા કે ખોટી ચર્ચામાં આવીને બિનજરૂરી હેરાનગતી ન અનુભવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મુંબઈ-પૂણેમાં ભારે વરસાદને પગલે દિવાલ પડવાની 3 ઘટનામાં 22થી વધારેના મોત

પાટણમાં તબીબ પિતા-પુત્રના સેક્સકાંડમાં ચોંકાવનારો ખુલાસોઃ 2400થી વધારે મહિલાઓનો કરાવ્યો ગર્ભપાત