1. Home
  2. ગુજરાતી
  3. શું તમે જાણો છો કાશીમાં આવેલી ‘આસ્થા બેંક’ વિશે- પૈસા નહી પરંતુ જમા કરવામાં આવે છે ‘ઓમ નમઃશિવાય’
શું તમે જાણો છો કાશીમાં આવેલી ‘આસ્થા બેંક’ વિશે-  પૈસા નહી પરંતુ   જમા કરવામાં આવે છે ‘ઓમ નમઃશિવાય’

શું તમે જાણો છો કાશીમાં આવેલી ‘આસ્થા બેંક’ વિશે- પૈસા નહી પરંતુ જમા કરવામાં આવે છે ‘ઓમ નમઃશિવાય’

0
  • વારાણસીમાં આવેલી છે ભગવાન શિવની બેંક
  • અહી પૈસા નહી પરંતુ ઓમ નમઃશિવાયના જાપ જમા થાય છે
  • વર્ષ 2002મા આ બેંકની સ્થાપના કરવામાં આવી હતી
  • કુલ 136 કરોડ ઓમ નમઃશિવાયના જાપ જમા થયા છે
  • ભક્તો-શ્રધ્ધાળુંઓ  બેંકમાં જમા કરે છે શિવ ભગવાનના જાપ
  • આસ્થા અને શ્રધ્ધાની અહી આપ-લે થાય છે

આજે શિવરાત્રીનો મહાપર્વ,ભગવાન શીવના નાદથી અનેક શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે,આજે સવારથી જ શિવભક્તોની મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે,દેશભરમાં આ પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે ભગવાન શિવના મંદિરોના પવિત્ર સ્થાનમાં આવેલી એક બેંક વિશે વાત કરીશું

બેંક શબ્દ સાંભળતાની સાથે જ આપણા મગજમાં એક એવી છબી ઉત્પન્ન થાય છે કે,બેંક એટલે રુપિયાની આપ-લે થતું સ્થાન.પરંતુ શું તમે ક્યારેય એવી બેંક વિશે સાંભળ્યું છે કે જોયું છે, જ્યા પૈસા નહી પરંતુ આસ્થા જમા કરાવવામાં આવે છે.ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક આજ પ્રકારની બેંક સ્થિત છે,આ બેંકમાં કાર્યકરો પણ છે,તે સાથે જ હિસાબ-કીતાબ પણ રાખવામાં આવે છે, માત્ર તફાવત એ  છે કે આ બેંકમાં પૈસાની જગ્યાએ ઓમ નમઃશિવાયના જાપ જમા કરાવવામાં આવે છે.

બાબા વિશ્વનાથની નગરી વારાણસીની વિશ્વનાથ ગલીમાં આ બેંક આવેલી છે કે જ્યા રુપિયા-પૈસાના બદલે આસ્થા અને શ્રધ્ધામાં ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃશિવાયના જાપ જમા કરાવવામાં આવે છે.આ બેંકમાં એક જન્મની જમાપૂંજીને બીજા જન્મમાં વ્યાજ સહિત મળવાની વાત કરવામાં આવી છે.આ બેંકને ઓમ નમઃશિવાય બેંકના નામથી ઓળખવામાં આવે છે.

અહી ભક્તો આવે છે અને પોતાનું ખાતુ ખોલાવે છે,તેના બદલામાં બેંક તરફથી ભક્તોને એક બુકલેટ આપવામાં આવે છે,જેમાં ઓમ નમઃશિવાય લખીને અહી જમા કરી દેવામાં આવે છે.આ સમગ્ર પ્રક્રિયા નિશુલ્ક હોય છે,તેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલવામાં નથી આવતો.આમ કરવાથી ભક્તોને શાંતિનો એહેસાસ થાય છે અને પુણ્યનો લાભ મળે છે.

આ બેંકની જો સ્થાપનાની વાત કરવામાં આવે તો વર્ષ 2002મા 11 વૈદ પાઠી વિદ્વાન વૈદિક વિદ્વાન બ્રાહ્મણ દ્વારા બાબા વિશ્વનાથના મંદિરમાં કરવામાં આવી હતી. ત્યારથી, આ બેંક દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખુલે છે. સવારની શરૂઆત ભગવાન શિવની પૂજા સાથે થાય છે. અહીં સમગ્ર દિવસ દરમિયાન આસ્થાવાદીઓ-ભક્નોતો જમાવડો થતો જોવા મળે છે.

આ બેંકની 18 વર્ષની યાત્રા સફળ રહી છે,અને આટલા વર્ષ દરમિયાન અહી 136 કરોડથી પણ વધુ ઓમ નમઃશિવાય લખેલા પત્રોને જમા કરવામાં આવ્યા છે,આ પત્રોને ખુબજ જાળવણી સાથે આ બેંકમાં રાખવામાં આવ્યા છે,ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ ભક્તો પર બાબા વિશ્વનાથની વિશેષ કૃપા વરસે છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.