1. Home
  2. ગુજરાતી
  3. શું તમને આ નવી ફેશન વિશે ખબર છે? ફોલો કરો ટીપ્સ અને દેખાવ સ્ટાઈલિશ
શું તમને આ નવી ફેશન વિશે ખબર છે? ફોલો કરો ટીપ્સ અને દેખાવ સ્ટાઈલિશ

શું તમને આ નવી ફેશન વિશે ખબર છે? ફોલો કરો ટીપ્સ અને દેખાવ સ્ટાઈલિશ

0
  • ફેશન જ તમારી ઓળખાણ છે
  • માણસની પહેલી ઓળખ એટલે તેનું ફેશન સેન્સ
  • આ રીતે બનાવો તમારું ડ્રેસિંગ સેન્સ

ફેશનનો જમાનો ક્યારેય ગયો નથી અને ક્યારેય જવાનો નથી, આ વાત તમામ લોકો દ્વારા કહેવામાં આવે છે કારણ કે માર્કેટમાં રોજ કાંઈક નવુ આવે છે અને પછી તે ફેશન બની જાય છે. મતલબ નવુ આવતુ જાય છે અને જૂનૂ જતુ જાય છે. તો આવા સમયમાં તમામ લોકો પોતાને આકર્ષિત બનાવવાનો પ્રયાસ કરે છે. તો એવા લોકોએ આટલુ કરવુ જોઈએ.

અત્યારે પ્લાઝો પેન્ટનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વેસ્ટર્ન ટોપ અથવા ઈન્ડિયન કુર્તી સાથે પ્લાઝો પેન્ટ પહેરી શકો છો. ફોર્મલ અને ઈનફોર્મલ પ્રસંગે પણ પ્લાઝો પેન્ટ પહેરી શકાય છે. આ ઉપરાંત કેઝ્યુઅલ અને સ્ટાઈલિશ લુક મેળવવા માટે બોયફ્રેન્ડ જીન્સનો ટ્રાય કરો. બોયફ્રેન્ડ જીન્સ બોડી ફિટિંગ ટોપ સાથે પહેરી શકાય છે અને તેની સાથે ક્રોપ શર્ટ સાથે બોયફ્રેન્ડ જીન્સ પહેરવાથી વધુ સ્ટાઈલિશ લુક મળે છે.

રેગ્યુલર ડ્રેસ સાથે ડેનિમ જેકેટ પહેરવાથી સ્ટાઈલિશ લુક મળે છે. ઈન્ડિયન ડ્રેસ, સ્લિટ કુર્તી, લોન્ગ કુર્તી અથવા અન્ય પેટર્નવાળી કુર્તી સાથે ડેનિમ જેકેટ પહેરવાથી એકદમ ગ્લેમરસ લુક મળે છે. ટી-શર્ટ અને જીન્સ સાથે ડેનિમ જેકેટ પહેરી શકાય છે.

યુવા વર્ગ ટ્રેન્ડને ફોલો કરવાનું વધુ પસંદ કરે છે. યુવક અને યુવતીઓને ફેશન, સ્ટાઈલ અને ગ્લેમર વધુ આકર્ષિત કરે છે. યુવતીઓ સમયાંતરે તેમના વોર્ડરોબને અપડેટ કરતી રહે છે, પરંતુ ઘણીવાર સારુ કલેક્શન હોવા છતાં તેમને ફેશન મામલે સંતોષ થતો નથી. યુવતીઓ લુક બદલવા માટે એક્સપરિમેન્ટ કરતી ના હોવાથી તેમને ઘણી વાર તેમના કલેક્શન માટે સંતોષ થતો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.