1. Home
  2. ગુજરાતી
  3. માથાના દુખાવાથી પિડાવ છો? તો આ ટિપ્સ ધ્યાનમાં રાખો ચોક્કસ થશે ફાયદો
માથાના દુખાવાથી પિડાવ છો? તો આ ટિપ્સ ધ્યાનમાં રાખો ચોક્કસ થશે ફાયદો

માથાના દુખાવાથી પિડાવ છો? તો આ ટિપ્સ ધ્યાનમાં રાખો ચોક્કસ થશે ફાયદો

0

જો તમને અચાનક માથાનો દુખાવો થાય છે અને તમે તેને સહન નથી કરી શક્તા તો આવી સરળ ટિપ્સને અપનાવો અને માથાના દુખાવાને દુર ભગાવો. માથું દુખવું એ એક સામાન્ય વાત છે પરુતું જરૂરીયાતથી વધુ માથાના દુખાવો વધે તો તેને સહન કરવું મુશ્કેલ છે,સાથે સાથે કી પણ કામ માં ધ્યાન પણ નથી લાગતું અને સ્વભાવમાં ચિડીયાપણું આવી જાય છે.માથાના દુખવાનું એક કારણ તણાવ કે માનસીક હતાશા પણ છે. ઘણી વાર દુખાવો અસહ્ય બની જતા ચક્કર આવે છે અને ઉલ્ટીઓ પણ થવા લાગે છે ત્યારે આવા સમયે આ સરળ ટિપ્સ તમને ચોક્કસ કામ લાગશે.

સાંભળવમાં ચોક્કસ આશ્ચર્ય થશે પણ ઘણી વાર માથું દુખવાનું કારણ ડિહાઈડ્રેશન પણ હોય છે આ સમયે રોજ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ સાથે સાથે ફળોનો તાજા રસનું સેવન કરવું જોઈએ  દખાવો મટાડવામાં અસરકારક સાબિત થાય છે.

વાળમાં મસાજ કરવાથી પણ માથાના દુખાવામાં રાહત થાય છે. વાળમાં સેથી પાળી ને સેથી સેથી પર ઓઈલ મસાજ કરવાથી માથાની માશપેશિઓમાં રાહત મળે છે ને માનસિક તણાવમાંથી પણ મુકિત મળે છે.

માથાનો દુંખાવો ખાસ કરીને માસપેશિઓમાં તણાવના કારણે  થતો હોઈ છે ત્યારે આ સમયે ગરદન પર હળવા હાથે સ્ટ્રેચિંગ કરવાથી પણ દુખાવામાં રાહત થાય છે.આ તમામ ઉપાય તમે ઘર બેઠા કરી શકો છે અને માથાના દુખાવામાં રાહત મેળવી શકો છો  ઉપાય કરવા માટે તમારે કશે જ બહાર જવાની જરૂર પણ નહી પડે અને દુખાવામાંથી છૂટકારો પણ મેળવી શક્શો.  

LEAVE YOUR COMMENT

Your email address will not be published.