1. Home
  2. ગુજરાતી
  3. ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપી રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત કરવામાં આવ્યું
ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપી રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત કરવામાં  આવ્યું

ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપી રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત કરવામાં આવ્યું

0
  • ડોલાન્ડ ટ્રમ્પનું ઔપચારીક સ્વાગત
  • રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ
  • રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્માને આપી શ્રંધ્ધાજલી

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજ રોજ દેશની રાજધાની દિલ્હીમાં છે,જ્યા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે બેપક્ષિય વાતચીત થશે,આ વાતચીત દરમિયાન બન્ને દેશો વચ્ચે કેટલાક કરારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી.

અમેરિકન રાષ્ટ્રપ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અને તેમનું ઔપચારીક સ્વાગત કરવામાં આવ્યું હતું, આ દરમિયાન પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા પણ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઉપસ્થિત રહ્યા હતા.તે સાથે જ વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવનથી ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા રાજઘાટ પહોંચશે. ત્યાર બાદ તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. આ સમગ્ર કાર્યક્રમ બાદ પીએ મોદી અને ટ્રમ્પ હૈદરાબાદ હાઉસમાં ફરી મુલાકાત કરશે.આ સમય દરમિયાન અહી આ બંને દેશોના પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્રમ્પના સન્માનમાં સાંજના ભોજનની વ્યવસ્થાનું પણ આયોજન કર્યું છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.