1. Home
  2. Political
  3. ચિદમ્બરમના પુત્રને સુપ્રીમ કોર્ટની ચેતવણી, ‘કાયદાની સાથે રમત કરો નહીં’
ચિદમ્બરમના પુત્રને સુપ્રીમ કોર્ટની ચેતવણી, ‘કાયદાની સાથે રમત કરો નહીં’

ચિદમ્બરમના પુત્રને સુપ્રીમ કોર્ટની ચેતવણી, ‘કાયદાની સાથે રમત કરો નહીં’

0

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીની ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને કોર્ટની રજિસ્ટ્રીમાં દશ કરોડ રૂપિયા જમા કરાવવાની શરતે વિદેશ જવાની બુધવારે મંજૂરી આપી છે. તેની સાથે સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમને કાયદાની સાથે રમત નહીં કરવાની ચેતવણી પણ આપી છે. સુપ્રીમ કોર્ટે કાર્તિને આઈએનએક્સ અને એરસેલ-મેક્સિસ મામલાની તપાસમા સહયોગ કરવાની પણ સલાહ આપી છે.

સુપ્રીમ કોર્ટે કાર્તિની સાથે આઈએનએક્સ મીડિયા અને એરસેલ મેક્સિસ મામલામાં પૂછપરછ માટે પાંચ, છ, સાત અને બારમી માર્ચે ઈડીની સમક્ષ હાજર થવાનો પણ નિર્દેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વવાળી ખંડપીઠે કહ્યું છે કે તમારે 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે જ્યાં જવું હોય ત્યાં જાવ, પરંતુ પૂછપરછમાં જરૂરથી સહયોગ કરો.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે મહેરબાની કરીને તમારા અસીલને કહો કે તેમણે સહયોગ કરવો પડશે. તમે સહયોગ કર્યો નથી. તેઓ ઘણું બધું કહેવા માગે છે. તેઓ તેમને હાલ આવું કહી રહ્યા નથી.

સુપ્રીમ કોર્ટે સોમવારે ઈડીને કાર્તિની પૂછપરછ માટેની તારીખ જણાવવા માટે ઈડીને નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કોર્ટના રજિસ્ટ્રારજનરલને અહીં કાર્તિને દશ કરોડ રૂપિયા જમા કરાવવાની સાથે જ લેખિતમાં એ આશ્વાસન આપવા માટે નિર્દેશ કર્યો હતો કે તેઓ પાછા આવશે અને તપાસમાં સહયોગ કરશે.

કાર્તિ ચિદમ્બરમે 10થી 26 ફેબ્રુઆરી અને બાદમાં 23થી31 માર્ચ વચ્ચે વિદેશ જવાની મંજૂરી માગી હતી.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમાં તેમણે ટોટસ ટેનિસ લિમિટેડ કંપની દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ફ્રાંસ, સ્પેન, જર્મની અને બ્રિટનની મુલાકાતની મંજૂરી માંગી હતી. ટોટસ ટેનિસ લિમિટેડનું કાર્યાલય બ્રિટનમાં નોંધાયેલું છે.

અરજીમાં કરવામાં આવેલા અનુરોધનો ઈડી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અરજી મુજબ, કાર્તિ પૂર્વ ખેલાડી અને વર્તમાન પ્રશાસક તરીકે આની સાથે સંબંધિત છે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સોમવારે કહ્યું હતું કે તેઓ એ સુનિશ્ચિત કરશે કે કાર્તિ તપાસ એજન્સીની સમક્ષ રજૂ થાય અને ટેનિસ માટે પણ જાય. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે જો બચવાની કોશિશ કરશે, તો તેમના માટે કોઈ ટેનિસ નહીં હોય.

સુપ્રીમ કોર્ટે આના પહેલા કાર્તિ ચિદમ્બરમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે કાર્તિ કોણ છે? તમે કહી રહ્યા છો કાર્તિ ચિદમ્બરમ? તેને ત્યાં જ રહેવા દો જ્યાં છે. તેમની પાસે નિર્ણયો કરવા માટે વધુ મહત્વપૂર્ણ કામ છે.

ગત વર્ષ 18 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમને 20થી 30 સપ્ટેમ્બર સુધી બ્રિટન જવાની મંજૂરી આપી હતી.

કાર્તિ ચિદમ્બરમ ફોજદારી કેસ હેઠળના આરોપોનો સામનો કરી રહ્યા છે. તેની તપાસ ઈડી નિદેશાલય અને સીબીઆઈ કરી રહ્યા છે. તેમાં એક મામલો પી. ચિદમ્બરમના નાણાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન આઈએનએક્સ મીડિયાના વિદેશથી 305 કરોડ રૂપિયાની રકમ પ્રાપ્ત કરવા માટે વિદેશી રોકાણ સંબંધિત બોર્ડની મંજૂરી સાથે જોડાયેલો છે.

LEAVE YOUR COMMENT