1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત: વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે, આવી ગયા આ ધોરણના પુસ્તકો
ગુજરાત: વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે, આવી ગયા આ ધોરણના પુસ્તકો

ગુજરાત: વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે, આવી ગયા આ ધોરણના પુસ્તકો

0
  • લોકડાઉન ને કારણે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત
  • મ્યુનિસિપલ શાળાઓના વિદ્યાર્થીઓ માટે વહીવટી તંત્રનું આયોજન
  • આ વિદ્યાર્થીઓ ને તેમના ઘરે જ મળશે 1 થી 8 ધોરણનાં પુસ્તકો

દેશમાં એક તરફ લોકડાઉન જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ અટક્યો છે ત્યારે શહેરની અનેક ખાનગી શાળાઓ તેમના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવી રહી છે, જોકે સરકારી શાળાના બાળકો માટે ઓનલાઇન સવલત નથી તો આ વિદ્યાર્થીઓનું શું.?

આ વિદ્યાર્થીઓના ભાવિ ને ધ્યાનમાં રાખીને અમદાવાદના તંત્ર એ નવતર પ્રયોગ અપનાવ્યો છે, જેમાં આ વિદ્યાર્થીઓ માટે એક મહિનાના અભ્યાસક્રમના પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં વિદ્યાર્થીઓના ઘરે શિક્ષકો દ્વારા આ પુસ્તકો પહોંચાડવામાં આવી રહ્યા છે, આ પુસ્તકનું શીર્ષક ઘરે શીખીએ આપવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોરોના મહામારીમાં અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્ર સિંગ તોમર એ જણાવ્યું હતું.

તંત્ર દ્વારા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. તમામ વિષયના અભ્યાસક્રમ સાથે પુસ્તકો તૈયાર કરાયા છે. પુસ્તકોમાં જૂન મહિનાના અભ્યાસક્રમનો સમાવેશ કરાયો છે. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓએ પુસ્તક શાળામાં પરત કરવાના રહેશે. જૂન બાદ જુલાઇ માસના પુસ્તકો પણ તૈયાર કરીને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચાડવામાં આવશે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.