in ,

ગુજરાતમાં ભારે પવનને કારણે 300થી વધારે ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

અમદાવાદઃ વાયુ વાવાઝોડાની શકયતાઓ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે વપનને કારણે 2250થી વધારે ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી કરીને 1925 જેટલા ગામોમાં વીજ પુરવઠો શરૂ દેવામાં આવ્યો હતો. જો કે, 300 જેટલા ગામમાં હજુ પણ વીજ પુરવઠો બંધ હોવાથી આ ગામોમાં પણ વીજ પુરવઠો ઝડપથી શરૂ કરવા માટે વીજ કંપની દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ગુજરાતમાં ભારે વપનને કારણે 904 વીજ ફીડર ખોટવાયા હતા, જેમાંથી 697 ફીડર પુનઃ શરૂ કરાયા છે. આ ઉપરાંત 566 વીજ થાંભલાઓને અસર થઈ હતી જેમાંથી 230 ને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રહેલા ગામોનો વીજ પુરવઠો શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના 258, દેવભૂમિ-દ્વારકાના 129, ગીર-સોમનાથના 189, જામનગરના 105, જૂનાગઢના 118, મહેસાણાના 240, પાટણના 317, સાબરકાંઠાના 135, અને સુરત જિલ્લાના 263 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

વીજ કંપની દ્વારા વાવાઝોડાની શકયતાને પગલે એલર્ટ પર છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 634 ટીમ તહેનાત કરવામાં આવી હતી. પીજીવીસીએલ ઉપરાંત ડીજીવીસીએલ, યુજીવીસીએલ અને એમજીવીસીએલની 49 ટીમો પણ બોલાવવામાં આવી હતી. તમામ 49 ટીમોને ઉના, વેરાવળ અને સોમનાથ તરફ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. વધારે અસર વર્તાવાની શક્યતાઓ હોય ત્યાં 8500 પોલ મોકલવામાં આવ્યા હતા. પીજીવીસીએલમાં કુલ 45 ડિવિઝન અને 70 સબડીવીઝન આવેલા છે. 45 પૈકી 14 ડિવિઝન અસરકારક થવાની શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વાયુની અસરઃ રાજ્યના 17થી વધારે જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

વાવાઝોડા વચ્ચે સોમનાથ મંદિરના દરવાજા ખુલ્લા : ભક્તોને નહીં આવવા અપીલ