REGIONALગુજરાતી

ગીર સોમનાથમાં ધરા ધ્રુજીઃ 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

  • કેન્દ્રબિંદુ તલાલા નજીક નોંધાયું
  • લોકોમાં ભયનો માહોલ

અમદાવાદઃ ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપના લગભગ 2 આંચકા આવ્યાં હતા. જેથી લોકો ઘરમાં જતા પણ ડરતા હતા. રિટરસ્કેલ ઉપર ભૂકંપની તિવ્રતા 3.4 નોંધાઈ હતી. તેમજ ભૂકંપનું કેન્દ્રબિંદુ જિલ્લાના તાલાલા નજીકનું હોવાની વિગતો બહાર આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં 4 કલાકે અને 35 મિનીટે તાલાળા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી આવ્યા હતા. સ્થાનિક કચેરીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાળાથી 10 કિ.મી. દૂર ઇસ્ટ સાઉથ નોંધાયું છે. લોકોમાં અવારનવાર આવતાં આંચકાથી ડરનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જ્યારે પણ ભૂકંપ આવે છે ત્યારે લોકોને વર્ષ 2001નો કચ્છનો ગોઝારો ભૂકંપ યાદ આવી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કચ્છ અને તાલાળા બંને પંથકોમાં ફોલ્ટ લાઇન સક્રિય છે. કચ્છની વાગડ ફોલ્ટ લાઇનના કારણે અવારનવાર ભૂકંપ આવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જામનગર, તેમજ દક્ષિણ ગુજરાત અને તાલાળામાં મુખ્યત્વે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાલાળા નજીક આવેલું હિરણવેલ એક સમયે ભૂકંપના આંચકાઓનું કેન્દ્રબિંદુ બની ગયું હતું. ભૂસ્તર શાસ્ત્રીઓ આ ભૂકંપના આંચકાઓનું ખૂબ જ બારીકાઈથી અવલોકન કરી રહ્યા છે.

Related posts
REGIONALગુજરાતી

ગીર સોમનાથ: તાલાલા અને ગ્રામ્ય પંથકમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ

સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ વરસાદ અને બીજી તરફ ભૂકંપ ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ ગુરુવારે 3.44 કલાકે ગીર સોમનાથ…
REGIONALગુજરાતી

કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવા ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં…
REGIONALગુજરાતી

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ ભૂકંપના બે આંચકાથી લોકોમાં ફફડાટ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી હળવા ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે સવારે ભૂકંપના વધારે બે આંચકા આવતા લોકોમાં…

Leave a Reply