1. Home
  2. Regional
  3. ઉત્તર ગુજરાતમાં ધરાધ્રુજીતા લોકોમાં ગભરાહટઃ અંબાજી નજીક કેન્દ્ર બિંદુ
ઉત્તર ગુજરાતમાં ધરાધ્રુજીતા લોકોમાં ગભરાહટઃ અંબાજી નજીક કેન્દ્ર બિંદુ

ઉત્તર ગુજરાતમાં ધરાધ્રુજીતા લોકોમાં ગભરાહટઃ અંબાજી નજીક કેન્દ્ર બિંદુ

0

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં રાતે ધરાધ્રુજતા લોકોમાં નાસભાગ મચી હતી. લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયો હતો. ભૂકંપનો આચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપનું એપી સેન્ટર અંબાજીથી 24 કિમી. દૂર ભાયલા ગામે નોંધાયું હતું. તેમજ ભૂકંપની તિવ્રતા 4.8ની હોવાનું જાણવા મળે છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ આચકામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. જો કે, લોકોને વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂંકપની યાદ તાજી ગઈ હતી.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયો હતો. પાલનપુર, ડીસા, અંબાજી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. બનાસકાંઠાના પાલનુપર, દાતા, અંબાજી, અમીરગઢ, માઉન્ટ આબુ, ડીસા સહિત સાબરકાંઠા અરવલ્લીના હિંમતનગર, મોડાસા, બાયડ, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવતા લોકો ડર અને ગભરાટના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. બહુમાળી ઈમારતમાં રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.  

ઇડર, હિમંતનગર, વડાલી, ખેડબ્રહ્મા, મોડાસા, શામળાજી, બાયડ, ધનસુરામાં ધરતીકંપથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા મહેસાણાના ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગાંધીનગર અને અમદાવાદમાં થલતેજ, વેજલપુર, સેટેલાઈટ અને બોપલ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે તીવ્રતા ઓછી હોવાથી જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. અમદાવાદના કેટલાક વિસ્તારો તથા ઉત્તર ગુજરાતમાં આવેલા ભૂકંપના આંચકાથી લોકોને વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂંકપની યાદો તાજી થઈ ગઈ હતી. બીજી તરફ તંત્ર દ્વારા અફવાઓથી દૂર કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT