in , ,

કચ્છમાં 4.2ની તીવ્રતા સાથે ભૂકંપનો આચંકોઃ ભચાઉથી 6 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ

 ભૂકંપની ઘટના યાદ આવે તો કચ્છ કઈ રીતે ભૂલાય?  ત્યારે આજે ફરી એકવાર ભૂકંપના આચંકાથી કચ્છ ઘ્રૂજી ઉછ્યુ હતું. આજે બપોરે કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે. બપોરે 2 વાગ્યે અને 43 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

બપોરે લોકો આરામમાં હતા તે સમયે ભૂકંપનો આંચકો આવતા ડરનો માહોલ સર્જાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતાઅને ભાગદોડ મચી જવા પામી હતી.જો કે આ આંચકામાં જાનહાનિ થવા પામી નથી. ત્યારે આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભચાઉથી 6 કિલોમીટર દૂર નોંધાયું છે. આ ભૂકંપથી સૌથી વધુ તીવ્રતા ભચાઉમાં નોંધાઈ છે, ત્યારે આ આંચકાની અસર ગાંધીધામ, આદિપુર અને રાપરમાં પણ  થઈ હતી.

ત્યારે 2 વર્ષના સમયગાળા બાદ આ પ્રથમ વખત 4થી વધુની તીવ્રતાનો આચંકો કચ્છમાં નોંધાયો છે. 4.2ના આંચકાથી ફરી એકવાર કચ્છના 2001 વાળા ખોફનાક ભૂકંપની યાદ તાજી થઈ છે ઉલ્લેખનીય છે કે 2001માં સૌથી ભયાનક ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, તો ઘણા લોકો ઘર થી બેઘર બન્યા હતા અને ભૂકંપ બાદ લોકોની હાલક કફોડી બની હતી આખું કચ્છ માતમમાં ફેરવાયું હતું ત્યારે આજે  આંચકો આવતા લોકોએ  2001ના 26 જાન્યૂઆરીના તે દર્દનાક દિવસને યાદ કર્યો હતો.

Mgid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

J&K: SC lawyer files criminal complaint against Shehla Rashid

બ્રિટને આઈએસના આતંકી ‘જેહાદી જેક’ની નાગરિકતા કરી રદ્દ, કેનેડાએ વ્યક્ત કરી નિરાશા