in , , ,

ચૂંટણી સર્વેક્ષણ પ્રકાશિત કરનારા ત્રણ મીડિયા સંગઠનોને ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ ફટકારી

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી દરમિયાન કથિતપણે ચૂંટણી સર્વેક્ષણ જાહેર કરવા બદલ ત્રણ મીડિયા સંગઠનોને કારણદર્શક નોટિસ ફટકારી છે.

ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે કહ્યુ હતુ કે ચૂંટણી આચાર સંહીતા લાગુ થવા દરમિયાન સર્વેક્ષણ આધારીત આ મીડિયા રિપોર્ટોમાં લોકસભા ચૂંટણીના સંભવિત પરિણામોનું આકલન કરવામાં આવ્યું છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ચૂંટણી પંચના પ્રવક્તા શેફાલી બી. શરન પ્રમાણે , ઈન્ડો-એશિયન ન્યૂઝ સર્વિસ, ઈકોનોમિક ટાઈમ્સ અને સ્વરાજ માસ મીડિયાને 48 કલાકની અંદર પોતાનો બચાવ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

આઈએએનએસના સીઈઓ અને મુખ્ય તંત્રી સંદીપ બામજઈએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યુ છે કે અમને હાલમાં ચૂંટણી પંચમાંથી એક ઈમેલ મળ્યો છે અને અમે તેના પર વિચારણા કરી રહ્યા છીએ. જો ચૂંટણી પંચનું માનવું છ કે કાયદાનું ઉલ્લંઘન થયું છે, તો અમે એ કરીશું કે જે જરૂરી છે.

ચૂંટણી પંચે ત્રણેય મીડિયા સંગઠનો પાસે આના સંદર્ભે સ્પષ્ટીકરણ માંગ્યુ છે. ચૂંટણી પંચે આને આચાર સંહીતા ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમને આગામી 48 કલાકમાં જણાવવા માટે કહેવામાં આવ્યું છે કે શા માટે તેમની વિરુદ્ધ જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ-126એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે નહીં.

મહત્વપૂર્ણ છે કે ત્રણ મીડિયા સંગઠનોએ તાજેતરમાં લોકસભા બેઠકો પર હારજીતના અનુમાનના આધારે સંભવિત આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં ક્યાં પક્ષને કેટલી બેઠકો મળવાનું અનુમાન છે.

ચૂંટણી પંચે આને ધ્યાને લેતા આને ચૂંટણી સર્વેક્ષણની જ એક રીત માની છે. ચૂંટણી આચાર સંહીતાના નિયમો પ્રમાણે ચૂંટણીનું જાહેરનામું જાહેર થયા બાદ મતદાન પ્રક્રિયા પૂર્ણ થવા સુધીમાં ચૂંટણી સર્વેક્ષણ અથવા એક્ઝિટ પોલ જાહેર કરી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ.બંગાળમાં બોલ્યા સીએમ યોગી આદિત્યનાથ, યુપીમાં પૂજા માટે મહોરમના જૂલુસને સમય બદલી નાખ્યો

Video: સવાલ પુછનાર રિપોર્ટરને મારવા દોડવાની “નીચ” હરકત કરી કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે!