1. Home
  2. Political
  3. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ પર ચૂંટણી પંચે લગાવી રોક, 11 એપ્રિલે રિલીઝ નહીં થાય
‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ પર ચૂંટણી પંચે લગાવી રોક, 11 એપ્રિલે રિલીઝ નહીં થાય

‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ પર ચૂંટણી પંચે લગાવી રોક, 11 એપ્રિલે રિલીઝ નહીં થાય

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી બાયોપિક નિર્માણથી લઈને તેના રિલીઝ સુધી વિવાદોમાં છે. ગત સપ્તાહથી પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝને લઈને ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટની ક્લિનચિટ બાદ હવે ચૂંટણી પંચે ફિલ્મના પ્રસારીત થવા પર અડંગો લગાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે CBFCમાંથી પણ ફિલ્મને કોઈ અડચણ આવી નથી.

હવે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ 11મી એપ્રિલે તેની નિર્ધારીત તારીખ પર રિલીઝ થઈ શકશે નહીં. ફિલ્મમાં વિવેક ઓબેરોયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવી છે. ચૂંટણી પંચે મોદી બાયોપિક સહીતની આવી કોઈપણ ફિલ્મના રિલીઝ પર રોક લગાવી છે કે જેનો સંબંધ રાજકારણ પર છે અને જે ચૂંટણી પર અસર પાડી શકે છે. ફિલ્મોને કોઈપણ ઈલેક્ટ્રોનિક, સોશયલ મીડિયા અથવા સિનેમાના માધ્યમ પર પ્રદર્શન કરવાથી રોક લગાવવામાં આવી છે. ચૂંટણી પંચે એક કમિટીની રચના કરી છે અને તે આ મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરશે. ચૂંટણી પંચના આદેશ પ્રમાણે, ચૂંટણી ચાલવા સુધી પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ રિલીઝ થઈ શકશે નહીં.

વિષયવસ્તુના વિવાદને કારણે મૂવીના રિલીઝ થવા પર રોક લગાવતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હજી સુધી મૂવીને સેન્સર બોર્ડમાંથી સર્ટિફિકેટ મળ્યું નથી. તેવામાં ફિલ્મ સાથે જોડાયેલા મામલામાં હસ્તક્ષેપ કરવો ઉતાવળ હશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પીએમ નરેન્દ્ર મોદી 11મી એપ્રિલે રિલીઝ થાય છે, તો આના સંદર્ભે શું કરવાનું છે તેનો નિર્ણય ચૂંટણી પંચ કરશે. ચૂંટણી પંચ એ વાતનો નિર્ણય કરશે કે પીએમ નરેન્દ્ર મોદી કોઈપણ પ્રકારની આચારસંહીતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં.

પીએમ નરેન્દ્ર મોદીને લઈને કોંગ્રેસ સહીતના તમામ વિપક્ષી દળોએ આદર્શ આચાર સંહીતાના કારણે તેના રિલીઝને રોકવાની માગણી કરી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગંભીર આરોપ લગાવ્યો હતો. એમએનએસનું કહેવું હતું કે કોઈપણ ફિલ્મની રિલીઝના 58 દિવસ પહેલા ફાઈનલ કોપી સેન્સરની પાસે મોકલવામાં આવે છે. તેવામાં વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મને કેવી રીતે વિશેષ રાહત આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે પીએમ નરેન્દ્ર મોદીની ઘોષણા જાન્યુઆરીમાં કરવામાં આવી હતી અને આ ફિલ્મ 39 દિવસોમાં બનીને તૈયાર થઈ ગઈ છે. એમએનએસએ સેન્સર ચીફના રાજીનામાની પણ માગણી કરી છે.

મહત્વપૂર્ણ છે કે પીએમ નરેન્દ્ર મોદી બાયોપિકનો કોંગ્રેસ સહીતના વિપક્ષી દળો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. પાર્ટીઓનું કહેવું છે કે લોકસભા ચૂંટણી પહેલા આ ફિલ્મનું રિલીઝ થવું આદર્શન આચાર સંહીતાનું ઉલ્લંઘન છે. આનાથી વોટર્સ ભાજપ તરફ આકર્ષિત થશે. કન્ટેન્ટને લઈને વિવાદને કારણે મૂવીની રિલીઝ પર રોક લગાવનારી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT