1. Home
  2. Political
  3. શ્રીલંકા-કોલંબોમાં લોહિયાળ ઈસ્ટર, 3 ચર્ચો-4 હોટલોમાં આઠ વિસ્ફોટમાં 160થી વધુના મોત
શ્રીલંકા-કોલંબોમાં લોહિયાળ ઈસ્ટર, 3 ચર્ચો-4 હોટલોમાં આઠ વિસ્ફોટમાં 160થી વધુના મોત

શ્રીલંકા-કોલંબોમાં લોહિયાળ ઈસ્ટર, 3 ચર્ચો-4 હોટલોમાં આઠ વિસ્ફોટમાં 160થી વધુના મોત

0

શ્રીલંકા અને કોલંબોના ઘણાં વિસ્તારોમાં ઈસ્ટરની ઉજવણી વખતે આઠ વિસ્ફોટો થયા છે. આ વિસ્ફોટો ત્રણ ચર્ચ અને ચાર હોટલોમાં થયા છે. છેલ્લા અહેવાલ મજુબ, 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 450થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 35 વિદેશીઓ પણ સામેલ છે.

શ્રીલંકન પોલીસનું કહેવું છે કે કોલંબોના સેન્ટર એન્થની ચર્ચ, નૌગોંબોમાં સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોબામાં એક ચર્ચને નિશાન બનાવવામાં આવ્યા છે. આ સિવાય હોટલ શાંગ્રી-લા, સિનામોન ગ્રેન્ડ અને કિંગ્સબરીમાં પણ વિસ્ફોટ થયો છે. શ્રીલંકામાં સાંજે છ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. શ્રીલંકન સરકારે સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે તેમને આશંકા છે કે આત્મઘાતી હુમલાખોરો દ્વારા બે ચર્ચોમાં વિસ્ફોટ કરવામાં આવ્યા છે.

શ્રીલંકના પીએમ રાનિલ વિક્રમસિંઘેએ હુમલાને વખોડતા કહ્યુ છે કે હું આજે અમારા લોકો પર કાયરતાપૂર્ણ હુમલાની આકરી નિંદા કરું છું. હું આ દુખદ સમયમાં તમામ શ્રીલંકન લોકોને એકજૂટ અને મજબૂત રહેવાનું આહ્વવાન કરું છું. કૃપા કરીને અટકળોનો પ્રચાર કરવાથી બચો. સરકાર આ સ્થિતિને રોકવા માટે તાત્કાલિક પગલા ઉઠાવી રહી છે.

વિસ્ફોટોમાં મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની વચ્ચે વિક્રમસિંઘેએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. શ્રીલંકાના ઈકોનોમિક રિફોર્મ્સ અને પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન મિનિસ્ટર હર્ષા ડિસિલ્વાએ કહ્યુ છે કે ભયાનક દ્રશ્ય. ઈમરજન્સી દળ પુરી શક્તિથી તમામ સ્થાનો પર છે. અમે ઘણાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડયા છે. આશા છે કે ઘણાં લોકોના જીવ બચી જશે. ત્યારે સેનાએ બસ્સો સૈનિકોને આ વિસ્તારોમાં તેનાત કર્યા છે.

શ્રીલંકન સરકારે પોતાના દેશના તમામ પોલીસકર્મીઓની રજાઓને રદ્દ કરીને ફરજ પર બોલાવી લીદા છે.

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેની સાથે જ લોકોને તપાસમાં સહયોગ કરવાની પણ તેમણે અપીલ કરી છે. રાષ્ટ્રપ્રમુખ સિરીસેનાએ અધિકારીઓને તપાસ કરીને હુમલાખોરોની ભાળ મેળવવાનો આદેશ પણ કર્યો છે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રીલંકામાં થયેલા વિસ્ફોટોને વખોડયા છે. કોવિંદે કહ્યુ છે કે ભારત શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરે છે અને ભારતના લોકો તથા સરકાર પોતાની સંવેદના પ્રદાન કરે છે. આ હિંસાને સભ્ય સમાજમાં કોઈ સ્થાન નથી. અમે શ્રીલંકાની સાથે એકજૂટતાથી ઉભા છીએ.

પીએણ મોદીએ શ્રીલંકામાં ચર્ચ અને હોટલો પર થયેલા હુમલાને વખોડયા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ  છે કે શ્રીલંકામાં થયેલા ભયાનક વિસ્ફોટોની આકરી નિંદા કરું છું. આપણા ક્ષેત્રમાં આ પ્રકારની બર્બરતા માટે કોઈ સ્થાન નથી. ભારત શ્રીલંકાના લોકો સાથે એકજૂટતાથી ઉભું છે.

બ્રિટિશ પીએમ થેરસા મેએ કહ્યું છે કે શ્રીલંકામાં હોટલો અને ચર્ચ પર થયેલા હુમલા ડરાવનારા છે. આ ઘટનાનો ભોગ બનેલા લોકો સાથે મારી સહાનુભૂતિ છે. આની વિરુદ્ધ આપણે બધાંએ એકજૂટ થઈને ઉભા રહેવુ જોઈએ. જેથી કોઈપણ પોતાના ધર્મ સાથે જોડાયેલું કામ કરતી વખતે ડરે નહીં.

LEAVE YOUR COMMENT