revoinews

ગુજરાતમાં પેટાચૂંટણીને કોરોનાવાયરસનું ગ્રહણ, ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણય

અમદાવાદ: કોરોનાવાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે અને પેટાચૂંટણીને મોકુફ રાખવામાં આવી છે. ગુજરાતમાં પણ આઠ સીટો પર પેટાચૂંટણી યોજાવાની હતી પણ ચૂંટણીપંચના આ નિર્ણયના કારણે પેટાચૂંટણી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે.

જો કે તાજેતરમાં જ યોજવામાં આવેલી રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. આ કારણે આ બેઠકો ખાલી પડી હતી અને નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં મોરબી, કરજણ (વડોદરા), કપરાડા (વલસાડ),  લિમડી (સુરેન્દ્રનગર), ગઢડા (બોટાદ), ડાંગ, ધારી (અમરેલી), અબડાસા (કચ્છ)માં પેટાચૂંટણી યોજાવાની હતી જેને હાલ કોરોનાવાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવામાં આવી છે અને સૂત્રોથી મળતી માહિતી અનુસાર નવી તારીખ જલ્દીથી સામે આવી શકે છે.

_Vinayak

Related posts
Nationalગુજરાતી

રસીકરણ અભિયાન: લાભાર્થીઓની ઓળખ માટે ચૂંટણીપંચ સરકારને સહાયરૂપ થશે

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું રસીકરણના લાભાર્થીઓને ઓળખવા ચૂંટણી પંચ કરશે સરકારની સહાય સરકારને સહાયરૂપ બનવા માટે ચૂંટણી પંચ…
Nationalગુજરાતી

આસામ વિધાનસભા ચૂંટણી 2021: એનઆરસીમાં નામ ના હોય તેવા આસામી પણ કરી શકશે મતદાન

ચૂંટણી પંચ દ્વારા આસામ વિધાનસભાની ચૂંટણીને લઇને કરાઇ અગત્યની જાહેરાત એનઆરસી યાદીમાં નામ ના હોય તેવા લોકો પણ કરી શકશે મતદાન એનઆરસીમાં…
REGIONALગુજરાતી

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર ચૂંટણી અંગે ચૂંટણી પંચનું જાહેરનામું જાહેર, જાણો વિગતો

ગુજરાતમાં 3 નવેમ્બરે વિધાનસભાની 8 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી ચૂંટણી પંચે ચૂંટણીને લઇને જાહેરનામું કર્યું જાહેર આજથી 16 તારીખ સુધી ફોર્મ…

Leave a Reply