1. Home
  2. Political
  3. ચૂંટણી પંચે વિંઝયો કોરડો: આચારસંહીતા ભંગ બદલ માયાવતી 48 કલાક, યોગી આદિત્યનાથ 72 કલાક પ્રચાર નહીં કરી શકે
ચૂંટણી પંચે વિંઝયો કોરડો: આચારસંહીતા ભંગ બદલ માયાવતી 48 કલાક, યોગી આદિત્યનાથ 72 કલાક પ્રચાર નહીં કરી શકે

ચૂંટણી પંચે વિંઝયો કોરડો: આચારસંહીતા ભંગ બદલ માયાવતી 48 કલાક, યોગી આદિત્યનાથ 72 કલાક પ્રચાર નહીં કરી શકે

0

નવી દિલ્હી: ચૂંટણી પંચે આદર્શ આચાર સંહીતા ભંગના બે મામલામાં કાર્યવાહી કરી છે. પહેલો મામલો યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે સંબંધિત છે. યોગી આદિત્યનાથને તેમના દ્વારા કરવામાં આવેલી બજરંગબલી અને અલીને લઈને કરાયેલી ટીપ્પણી બદલ 72 કલાક માટે ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે માયાવતી દ્વારા સહારનપુર ખાતે કરવામાં આવેલી એક વિવાદીત ટીપ્પણી બાદ યોગી આદિત્યનાથે કરેલા નિવેદન પર વિવાદ સર્જાયો હતો.

જ્યારે બીએસપી પ્રમુખ માયાવાતી દ્વારા આદર્શ આચાર સંહીતા ભંગના મામલે ચૂંટણી પંચે કાર્યવાહી કરતા તેમને 48 કલાક સુધી ચૂંટણી પ્રચાર પર રોક લગાવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે સહારનપુર ખાતેની એક રેલીમાં સપા-બસપા-આરએલડી ગઠબંધન માટે પ્રચાર કરતા માયાવતીએ મુસ્લિમ મતોના વિભાજન નહીં કરવા મામલે નિવેદન કર્યું હતું.

યોગી આદિત્યનાથ અને માયાવતી બંને દ્વારા કોમવાદી ધોરણે કરવામાં આવેલી ટીપ્પણી બાદ કરવામાં આવેલી ફરિયાદના આધારે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આના સંદર્ભે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની પાસે જવાબ પણ માંગ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન પોતાની રેલીઓમાં ધાર્મિક આધાર પર વોટ માંગનારા નેતાઓ પર કાર્યવાહી નહીં કરવાને લઈને ચૂંટણી પંચની મર્યાદીત શક્તિઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વવાળી ખંડપીઠે ચૂંટણી પંચે પ્રતિનિધિઓને મંગળવારે કોર્ટમાં રજૂ થવા માટે તાકીદ કરી છે. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન આ વાત કહી છે. આ અરજીમાં એ પક્ષો વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી કે જેના નેતાઓ ધર્મ અને જાતિના આધારે ચૂંટણીમાં વોટ માંગે છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સવાલ કર્યો છે કે માયાવતીએ પોતાના ધાર્મિક આધાર પર વોટિંગ કરવાના નિવેદન સંદર્ભેની નોટિસનો જવાબ આપ્યો નથી. તમે શું કર્યું? આના સંદર્ભે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને ક્હ્યુ હતું કે અમારી શક્તિઓ મર્યાદીત છે. સુપ્રીમ કોર્ટ આ મામલામાં મંગળવારે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના અધિકારીઓને પણ કોર્ટમાં હાજર રહેવા તાકીદ કરી છે.

મહત્વપૂર્ણ છે કે દેવબંદમાં સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી- રાષ્ટ્રીય લોકદળ ગઠબંધનની એક રેલીમાં માયાવતીએ કહ્યું હતું કે મુસ્લિમ મતદાતાઓએ ભાવનાઓમાં વહીને પોતાના વોટને વિભાજીત થવા દેવા જોઈએ નહીં. આ નિવેદનને લઈને ઘણી પાર્ટીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. તો આ નિવેદનના જવાબમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ બજરંગ બલી અને અલીનો ઉલ્લેખ કરીને માયાવતી પર નિશાન સાધ્યું હતું. યોગી આદિત્યનાથના આ નિવેદનની પણ આકરી ટીકા થઈ હતી.

આના સંદર્ભે ગુરુવારે ચૂંટણી પંચે બંને નેતાઓને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. ચૂંટણી પંચે માયાવતીને ચૂંટણી કોડના ઉલ્લંઘનના દોષિત માનવાની સાથે જ કલમ-123 (3) હેઠળ જનપ્રતિનિધિ કાયદા-1951ના ઉલ્લંઘનના પણ દોષિત માન્યા છે. આ કાયદા હેઠળ ઉમેદવાર ધાર્મિક આધાર પર મતદાનની માગણી કરી શકે નહીં અને નત મતદાતાને ધર્મના આધારે મતદાન કરવા માટે પ્રોત્સાહીત કરી શકે છે.

LEAVE YOUR COMMENT