REGIONALગુજરાતી

AMC ચુંટણીનો ધમધમાટ, સીમાંકન અને મતદાર યાદીની કામગીરીનો પ્રારંભ

  • નવેમ્બર મહિનામાં ચુંટણી યોજાય તેવી શકયતા
  • કોર્પોરેશનને તૈયારીઓ શરૂ કરી

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં આગામી નવેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચુંટણી યોજાશે. જેની મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શહેરમાં બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મનપાની ચુંટણીને ધ્યાનમાં રાખીને સમાકંન અને મતદાર યાદી સહિતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવેમ્બર મહિનામાં અમદાવાદ સહિત રાજ્યની છ જેટલી મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ છે. જેની તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાઓ દ્વારા પણ ચુંટણીની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. જો કે, કોરોના મહામારીને પગલે ચૂંટણીપંચ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફેરફાર કરવામાં આવે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

સરકાર દ્વારા અમદાવાદ શહેરના વિસ્તારમાં તાજેતરમાં અન્ય વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં ચિલોડા, કઠવાડા, બોપલ, ઘુમા સહિતનાં વિસ્તારોનો સમાવેશ કરાય છે. જેના કારણે સીમાંકનથી માંડીને મતદાર યાદી સુધીની તૈયારીઓ આરંભાઇ છે. દરમિયાન અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી. જેમાં દશાનામી મુર્તિના વિસર્જન અંગે પણ ચર્ચા કરી હતી.

Related posts
REGIONALગુજરાતી

અમદાવાદ: સી-પ્લેન પ્રોજેક્ટ બાદ 850 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 લેશે આકાર

સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેસ પ્રોજેક્ટ સાકાર થયા બાદ નવું નજરાણું હવે 850 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટ આકાર લેશે તેના અંતર્ગત રિવરફ્રન્ટને…
REGIONALગુજરાતી

સી પ્લેન આજે અમદાવાદ આવશે, રિવરફ્રન્ટથી SOU જવાની ટિકિટ 4800 રૂપિયા રહેશે

ગુજરાતીઓની આતુરતાનો આજે આવશે અંત આજે સી પ્લેન અમદાવાદ પહોંચી જશે PM મોદી 31મી ઑક્ટોબરે સી પ્લેનનું ઉદ્વાટન કરાવશે અમદાવાદ: ગુજરાતીઓની આતુરતાનો…
REGIONALગુજરાતી

અમદાવાદના ગૌરવ સમી એમ.જે.લાઇબ્રેરી હવે સ્માર્ટ સિટી મિશન હેઠળ બનશે અત્યાધુનિક

શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરીને હવે ડિજીટલ ઓપ અપાશે સ્માર્ટ સિટી મિશન હેઠળ લાઇબ્રેરીને અત્યાધુનિક બનાવાશે આ પ્રોજેકટ પાછળ રૂ.40 લાખ ખર્ચાશે અમદાવાદ: શહેરની…

Leave a Reply