in ,

અમદાવાદમાં ઉભરાતી ગટરની સમસ્યાઃ વિરાટનગરમાં કોર્પોરેટરને ગટરના પાણીમાં ચલાવ્યા

અમદાવાદઃ શહેરના વિરાટનગરમાં ગટર ઉભરાતા દુષિત પાણી સોસાયટીઓમાં ફરી વળ્યાં છે. જેથી રોગચાળો ફેલાવાની શકયતાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. લોકોની રોષનો ભોગ સ્થાનિક કોર્પોરેટર બન્યાં છે. મહિલા કોર્પોરેટરને સ્થાનિકોએ સોસાયટીમાં ભરાયેલા ગટરના પાણીમાં ચલાવ્યાં હતા.

અમદાવાદ શહેર વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી શહેર હજી બહાર નથી આવ્યું ત્યાં ગટરના પાણી ઉભરાવાના કિસ્સા શહેરના અનેક વિસ્તારોમાં બન્યા છે. ગટરનું પાણી બેક મારતા સ્થાનિકોને હાલાકીની સામનો કરવો પડી રહ્યાં છે. અમદાવાદને અડીને આવેલા બોપલ-ઘુમા સહિત શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર, મહાદેવનગર જેવા વિસ્તારોમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને ઘરોમાં પણ ઘૂસી રહ્યાં છે. મહાદેવનગર ખારીકટ કેનાલ તરફની સોસાયટીમાં ગટરના પાણી ફરી વળ્યા હતા. જેથી વિરાટનગર વોર્ડના મહિલા કોર્પોરેટરે સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. મીનાબેન પંચાલને સોસાયટીમાં ગટરના પાણી વચ્ચે સ્થાનિકોએ ચલાવ્યા હતા. મીનાબેનને સમસ્યા જાણવા માટે ગટરના પાણીમાં જવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમિત શાહ ‘મેન ઓફ સ્ટીલ’ છે : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બિરેન્દ્રસિંહ

70 વર્ષમાં જે કોંગ્રેસ ન કરી શકી તે ‘મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્યું’