1. Home
  2. Political
  3. પુલવામા એટેકને “સર્જિકલ સ્ટ્રાઈક” ગણાવનારા “હરામખોર” કર્મચારીને દેશભક્ત કંપનીએ કર્યો સસ્પેન્ડ
પુલવામા એટેકને “સર્જિકલ સ્ટ્રાઈક” ગણાવનારા “હરામખોર” કર્મચારીને  દેશભક્ત કંપનીએ કર્યો સસ્પેન્ડ

પુલવામા એટેકને “સર્જિકલ સ્ટ્રાઈક” ગણાવનારા “હરામખોર” કર્મચારીને દેશભક્ત કંપનીએ કર્યો સસ્પેન્ડ

0

44 જવાનોને શહીદ કરનારા પુલવામા એટેકનું સમર્થન કરવા બદલ એક ખાનગી કંપનીએ પોતાના કર્મચારીને તેની હરકત બદલ સસ્પેન્ડ કર્યો છે. આ સસ્પેન્ડેડ કર્મચારી પાસે તેની હરકતનો જવાબ પણ માંગવામાં આવ્યો છે.

રિયાઝ અહમદ વાની નામના આ કર્મચારીએ ગુરુવારે પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલાને લઈને પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરી હતી. જેમાં કર્મચારીએ હુમલાનું સમર્થન કર્યું હતું. ખાનગી કંપનીના કર્મચારીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે Ataah Wanaaan Surgical Strike” (આને કહે છે સર્જિકલ સ્ટ્રાઈક) સોશયલ મીડિયા પર પોસ્ટ જોયા બાદ આ કંપનીની મુંબઈ ખાતેની હેડ ઓફિસે રિયાઝ અહમદ વાની નામના કર્મચારીને પત્ર લખીને પોસ્ટ લખવા માટેનું કારણ પુછયું હતું અને તેની સાથે જ રિયાઝ અહમદને કંપનીમાંથી હાંકી કાઢવાની વાત પણ જણાવી છે.

આ પોસ્ટ જોયા બાદ કંપનીએ રિયાઝને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે અને ઝડપથી પોસ્ટ કરવાના કારણો સંદર્ભે જાણકારી આપવા માટે તાકીદ પણ કરી છે. આ પહેલીવાર નથી કે જ્યારે રિયાઝે ભારતનો વિરોધ કરતા પાકિસ્તાનનું સમર્થન કર્યું હોય. રિયાઝ અહમદની મોટાભાગની પોસ્ટ જોઈને સ્પષ્ટ રીતે મહેસૂસ થઈ શકે છે કે તે પાકિસ્તાનનો ટેકેદાર છે. રિયાઝ આના પહેલા પણ ઘણી વિવાદીત પોસ્ટ્સ અને તસવીરો શેયર કરી ચુક્યો છે. જેમાં આ શખ્સ પાકિસ્તાન પ્રત્યે સમર્થન દર્શાવતો દેખાઈ રહ્યો છે. થોડા મહીનાઓ પહેલા પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની ઝંડાની સાથે પોતાનો ફોટોગ્રાફ શેયર કરીને સ્વતંત્રતા દિવસની શુભકામના વ્યક્ત કરતો સંદેશો પણ પોસ્ટ કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકવાદી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. તેમા 40 જવાનોની ઓળખ તેમના આધારકાર્ડ, આઈડી કાર્ડ અને અન્ય સામાન દ્વારા થઈ શકી હતી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યુ હતુ કે ભીષણ વિસ્ફોટથી જવાનોના મૃતદેહો ખરાબ રીતે ક્ષત-વિક્ષત થયા હતા. જેના કારણે તેમની ઓળખનું કામ પણ મુશ્કેલ બન્યું હતું. વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતુ કે કેટલીક લાશોની ઓળખ હાથ પર બાંધેલી ઘડિયાળ અથવા તેમના પર્સના આધારે થઈ હતી. આ સામાન તેમના સહયોગીઓએ દ્વારા ઓળખવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT