1. Home
  2. ગુજરાતી
  3. ગોલ્ડ મેડલિસ્ટ રહી ચુકી છે મહાભારતની આ એક્ટ્રેસ, મહાભારતમાં કર્યો હતો ગાંધારીનો રોલ
ગોલ્ડ મેડલિસ્ટ રહી ચુકી છે મહાભારતની આ એક્ટ્રેસ, મહાભારતમાં કર્યો હતો ગાંધારીનો રોલ

ગોલ્ડ મેડલિસ્ટ રહી ચુકી છે મહાભારતની આ એક્ટ્રેસ, મહાભારતમાં કર્યો હતો ગાંધારીનો રોલ

0
  • ‘મહાભારત’ ગાંધારીની (રેણુકા ઇસરાણી) સ્ટાર કરિયર
  • ગાંધારી તેના કોલેજના દિવસોમાં રહી ચુકી છે ગોલ્ડ મેડલિસ્ટ
  • 22 વર્ષની ઉંમરે કરી બતાવ્યો કમાલ
  • રેણુકા જાણીતા ટીવી શો ‘બડે અચ્છે લગતે હે’માં પણ જોવા મળી હતી

કોરોનાવાયરસને કારણે લોકડાઉનમાં દર્શકોને મનોરંજન કરવા માટે દૂરદર્શનએ એક પછી એક ઘણા જુના ટીવી શો રિલીઝ કર્યા છે. આ સિક્વન્સ ‘રામાયણ’ અને ‘મહાભારત’ થી શરૂ થઇ, સૌથી વધુ ટીઆરપી આ જ શોને મળી હતી.એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. લોકો આ ધાર્મિક શો સાથે જોડાયેલા કલાકારો વિશે જાણીને ઉત્સાહિત જોવા મળ્યા. અમે તમને ઘણા લોકો વિશે પહેલેથી જ કહ્યું છે. આજે અમે તમને ‘મહાભારત’ ગાંધારી (એક્ટ્રેસ રેણુકા ઇસરાણી) વિશે કેટલીક ખાસ વાતો જણાવીશું.

પડદા પર આંખે પટ્ટી બાંધેલી આ એક્ટ્રેસ ફક્ત 22 વર્ષની હતી, જ્યારે તેમને મહાભારતમાં પગ મૂક્યો હતો. ત્યારે તે સમયે તે પોતાની જાતને એક્ટ્રેસ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેને સફળતા ‘મહાભારત’થી જ મળી. રેણુકા ખુબ જ કમાલની એક્ટ્રેસ છે, આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે આંખે પાટા બાંધ્યા પછી પણ તે તેના ચહેરા પર ગાંધારીના દરેક હાવ ભાવને સારી રીતે દર્શાવતી.જોકે તેમણે ગાંધારીના પાત્ર તરીકે પહેલીવાર કામ નહીં કર્યું. આ પહેલા તે અંધાધૂન નામની મણિપુરી સ્ટાઇલમાં પ્લે કરી ચૂકી છે, જેમાં તેણે ગાંધારીનો રોલ નિભાવ્યો હતો.

રેણુકા રાજસ્થાનની વતની છે અને તેણે જયપુરની મહારાણી કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેના કોલેજના દિવસોમાં તે ઓલરાઉન્ડર ગોલ્ડ મેડલિસ્ટ હતી. તે જ સમયે, તેમનું અભિનય તરફનું વલણ થિયેટરથી શરૂ થયું હતું. રેણુકાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે ‘મહાભારત’માં તેને 22 વર્ષની ઉંમરે જ તક મળી હતી. આ બાબતે તે ખૂબ ઉત્સાહિત પણ હતી.

રેણુકા ‘મહાભારત’ પછી ટીવી શોમાં પણ જોવા મળી હતી. તેણે એક્ટ્રેસ સાક્ષી તંવર સાથે જાણીતા ટીવી શો ‘બડે અચ્છે લગતે હે’ કર્યું હતું. આ શોમાં રેણુકા એકદમ અલગ અવતારમાં જોવા મળી હતી. જોકે આ પછી તે કોઇ મોટા શોમાં જોવા મળી ન હતી. રેણુકાની શરૂઆત ખુબ જ સારી રહી પરંતુ ઇન્ડસ્ટ્રીમાં વધારે ઓળખ મેળવી શકી નહીં.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.