in , ,

બૉક્સ ઓફિસ પર કબીર સિંહનો જાદુ યથાવત્, આર્ટિકલ 15 એ પણ કરી આટલી કમાણી

બોલિવૂડ ફિલ્મ કબીર સિંહ ચોથા સપ્તાહ દરમિયાન પણ દર્શકોમાં છવાયેલી રહેતા ફિલ્મ જંગી કમાણી કરી રહી છે. દેશભરના દર્શકોને સતત ત્રણ સપ્તાહ સુધી સ્ક્રિપ્ટથી બાંધી રાખ્યા બાદ ચોથા સપ્તાહમાં પણ લોકોનું મનોરંજન કરવામાં ફિલ્મ સફળ રહી છે. કબીર સિંહે અત્યારસુધીમાં કુલ 252.14 કરોડની કમાણી કરી છે.

કબીર સિંહે રિલીઝ થયાના ત્રીજા દિવસે જ 50 કરોડનો અંક પાર કર્યો હતો. પાંચમા દિવસે ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ હતી. 13માં દિવસે 200 કરોડ અને 16માં દિવસે 225 કરોડનો આંક પણ વટાવ્યો છે અને હાલ કમાણી 250 કરોડને આંબી ગઇ છે.

બીજી તરફ આયુષ્માન ખુરાના સ્ટારર આટિકલ 15 પણ લોકોને પસંદ પડી રહી છે. ફિલ્મનો વિષય મજબૂત હોવાથી લોકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ફિલ્મે ત્રીજા સપ્તાહમાં 12 જુલાઇએ 1.25 કરોડની કમાણી કરી છે જેની સાથે મૂવિની કુલ કમાણી 53.68 કરોડ થઇ છે.
આર્ટિકલ 15 બીજા સપ્તાહ દરમિયાન થિયેટર્સમાં ધૂમ મચાવી હતી. ફિલ્મ રિલીઝના બીજા સપ્તાહમાં શુક્રવારે 2.65 કરોડ, શનિવારે 4 કરોડ, રવિવારે 5.35 કરોડ, સોમવારે 2.02 કરોડ, મંગળવારે 1.25 કરોડ, બુધવારે 1.35 કરોડની કમાણી કરી છે. હાલમાં આ આંક 50 કરોડના પાર છે.

નોંધનીય છે કે આ બન્ને ફિલ્મોનો વિષય અલગ છે અને દર્શકોના દિલને જીતવામાં બન્ને મૂવિ સફળ નિવડી છે. એક તરફ યુવા દર્શકોને ધ્યાનમાં રાખીને કબીર સિંહ બનાવાઇ છે તો બીજી તરફ આર્ટિકલ 15 દેશમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતા જાતિવાદની સ્થિતિને દર્શાવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સોમાલિયાની હોટલમાં આતંકી હુમલો, 26 નાં મોત, 56 ઘાયલ

મોસ્ટ પોપ્યૂલર 5 એક્ટ્રેસની ફિટનેસનુ રહસ્ય એક્સરસાઈઝ