1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના ડરથી ટોમે પણ જેરીને કહ્યું “સ્ટે હોમ”, જુઓ આ વાયરલ વીડિયો
કોરોનાના ડરથી ટોમે પણ જેરીને કહ્યું “સ્ટે હોમ”, જુઓ આ વાયરલ વીડિયો

કોરોનાના ડરથી ટોમે પણ જેરીને કહ્યું “સ્ટે હોમ”, જુઓ આ વાયરલ વીડિયો

0

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે ત્યારે ભારતમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે અને કોરોનાના ફેલાવાને અટકાવવા માટે ઘરમાં જ રહેવું આવશ્યક છે ત્યારે હવે તો ખુદ ટોમને પણ ઘરે રહેવાનું મહત્વ સમજાઇ ગયું હોય તેવું લાગે છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ખુદ ટોમ પણ જેરીને ઘરમાં જ રહેવા માટે અપીલ કરતો હોય તેમ જેરીને પકડીને વારંવાર શૂઝમાં જ નાખતો જોઇ શકાય છે.

આ વીડિયોમાં ખુદ બિલાડી પણ ઉંદરને સ્ટે હોમનો સંદેશો આપી રહી હોય તેમ તેને વારંવાર પકડીને શૂઝમાં મૂકી રહી છે. એ પણ જાણે છે કે હાલમાં ઘરમાં રહેવું જ બહેતર છે.

કોમેડિયન સુનિલ ગ્રોવરે આ વીડિયો જાહેર કર્યો છે જેને અત્યારસુધી 67 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને 5000થી વધુ વખત લાઇક્સ પણ મળી ચૂકી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.