સોશિયલ મીડિયા પર એક રુંવાડા ઉભા કરી દેતો વીડિયો વાયરલ થયો છે. વાત એમ છે કે, એક ચિત્તાએ બાઇકચાલક પર ખૂબજ ચાલાકીથી હુમલો કર્યો હતો, પરંતુ સદનસીબે બાઇકચાલક બચી ગયો હતો. આ વીડિયોને ફૉરેસ્ટ સર્વિસ અધિકારી સુશાંત નંદાએ ટ્વીટર પર શેર કર્યો છે. જણાવી દઇએ કે રાત્રીના સમયે જાનવરો વધુ સક્રિય હોય છે અને શિકાર કરવાની ફિરાકમાં હોય છે. જંગલમાં બાઇકની સવારી અનેક ખતરાઓ પણ નોંતરતી હોય છે. સુશાંતે પણ આ માટે ચેતવણી ઉચ્ચારી છે.
તેમણે વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે “ચિત્તો કેવી રીતે ચૂકી શકે? લોકો ચિત્તાના નિકળવાની પ્રતિક્ષા કરી રહ્યા હતા. આ જ સમયે એક બાઇકચાલકે ત્યાંથી નીકળવાની કોશિશ કરી હતી. આ તેની અંતિમ સવારી હોત. કૃપા કરીને જંગલી જાનવરોનું સમ્માન કરતા શીખો.”
વીડિયોમાં જોઇ શકાય છે કે જંગલમાં માર્ગ પર ચિત્તો બેઠો છે. લોકો કારની અંદર બેઠા છે અને તેના નીકળવાની રાહ જોઇ રહ્યા છે. આ જ સમયે એક બાઇકચાલક માર્ગ પસાર કરે છે અને એ જ ક્ષણે ચિત્તો તેઓની પર હુમલો કરે છે. પરંતુ તે ચૂકી જાય છે.
આ વીડિયો હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ છે. આ વીડિયો 15 હજારથી વધુ વાર જોવાઇ ચૂક્યો છે અને હજારથી વધુ લાઇક્સ પણ મળી ચૂકી છે.