1. Home
  2. ગુજરાતી
  3. VIRAL VIDEO: જંગલમાં બર્થડે કેક કાપી અને ત્યાં તો વાનરે કર્યું કાંઇક આવું…જોઇને દંગ થઇ જશો
VIRAL VIDEO: જંગલમાં બર્થડે કેક કાપી અને ત્યાં તો વાનરે કર્યું કાંઇક આવું…જોઇને દંગ થઇ જશો

VIRAL VIDEO: જંગલમાં બર્થડે કેક કાપી અને ત્યાં તો વાનરે કર્યું કાંઇક આવું…જોઇને દંગ થઇ જશો

0

વાનરને આમ તો મનુષ્યના જ પૂર્વજો માનવામાં આવે છે અને તેથી જ તેઓ ખૂબજ બુદ્વિશાળી હોવા ઉપરાંત સમજદાર પણ હોય છે. ખાસ કરીને મનુષ્યની નકલ ઉતારવામાં તેઓ ખૂબજ અવ્વલ અને કુશળ હોય છે. જો કે વાનરો વસ્તુઓ ચોરીને ભાગવામાં પણ માહિર હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક વાનર આખી કેક લઇને જ ભાગી જાય છે.

વાત એમ છે કે, કર્ણાટકમાં એક શખ્સ પોતાના જન્મદિવસની ઉજવણી જંગલમાં કરવાનું નક્કી કરે છે અને તે માટે તે મિત્રો સાથે પોતાની કેકને લઇને જંગલ પહોંચે છે પરંતુ જેવી કેક કાપે છે તો અચાનક વાનર આવી જાય છે અને પૂરી કેક લઇને જ ભાગી જાય છે. કેક લઇને વાનર વૃક્ષ પર ચડી જાય છે અને પોતાના સાથીદારો સાથે ખાય છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબજ જોવાઇ રહ્યો છે અને લાઇક્સ પણ મળી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.