1. Home
  2. ગુજરાતી
  3. રામાયણ-મહાભારત પછી દૂરદર્શન પર પરત ફરશે આ હિટ શો
રામાયણ-મહાભારત પછી દૂરદર્શન પર પરત ફરશે આ હિટ શો

રામાયણ-મહાભારત પછી દૂરદર્શન પર પરત ફરશે આ હિટ શો

0
  • દૂરદર્શન પર રી -ટેલીકાસ્ટ થશે શ્રી કૃષ્ણ
  • પ્રસાર ભારતીએ ટ્વીટ કરીને ફેન્સને આપ્યા ગુડન્યુઝ
  • આ ન્યુઝ સાંભળીને ફેન્સમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

વર્ષ 1993 માં ટેલિકાસ્ટ થયેલ રામાનંદ સાગરનો શો શ્રી કૃષ્ણ ફરી એક વાર દૂરદર્શન પરત ફરવા જઇ રહ્યો છે. લોકડાઉન દરમિયાન રામાયણ અને મહાભારતની મળી રહેલી વિશાળ સફળતા પછી ચેનલે નક્કી કર્યું છે કે તેઓ શ્રી કૃષ્ણ શોનું રી – ટેલીકાસ્ટ કરશે. આ શોને ફરીથી દેખાડવા માટેની ફેન્સ પણ લાંબા સમયથી ડિમાન્ડ કરી રહ્યા હતા.

પ્રસાર ભારતીએ ટ્વીટ કરીને ફેન્સને આ ગુડન્યુઝ આપ્યા છે. શ્રી કૃષ્ણનો ટીઝર વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું – ટૂંક સમયમાં આવી રહ્યા છે શ્રી કૃષ્ણ ડીડી નેશનલ પર. જો કે, આ શો ક્યારે ટેલિકાસ્ટ થશે તે અંગેની માહિતી હજી શેર કરવામાં આવી નથી. આ સમાચાર સામે આવ્યા પછી ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, શ્રી કૃષ્ણમાં સર્વદમન ડી બેનર્જીએ કૃષ્ણ અને વિષ્ણુનો રોલ પ્લે કર્યો હતો. તે જ સમયે સ્વપ્નીલ જોશીએ યુવા કૃષ્ણનો રોલ નિભાવ્યો હતો. તે સમયે જ્યારે રામાયણ અને મહાભારતની લોકપ્રિયતા ચરમસીમાએ હતી, ત્યારે શ્રી કૃષ્ણ પર બનેલો આ શો પણ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.

રામાયણ-મહાભારતને બમ્પર ટીઆરપી

લોકડાઉનમાં દૂરદર્શન નેટવર્ક પર ટેલિકાસ્ટ કરતા રામાયણ અને મહાભારતને જબરદસ્ત ટીઆરપી મળી રહી છે. વર્ષો પહેલા પ્રસારિત થયેલા આ શોને દર્શકો તરફથી એટલો પ્રેમ મળશે કે ચેનલના નિર્માતાઓએ પણ અપેક્ષા નહોતી. આ બંને શોમાં જોરદારની વ્યૂઅરશિપ મળી રહી છે. દૂરદર્શન નેટવર્ક પર રામાયણ-મહાભારત ઉપરાંત બુનિયાદ, શક્તિમાન, દેખ ભાઈ દેખ, શ્રીમાન શ્રીમતી, ચાણક્ય જેવા જૂના શો પણ ટેલિકાસ્ટ થઈ રહ્યા છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.