1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસ : ‘અર્જુન રેડ્ડી’ ફેઈમ વિજય દેવરકોંડાએ આટલા કરોડોનું યોગદાન આપ્યું
કોરોના વાયરસ : ‘અર્જુન રેડ્ડી’ ફેઈમ વિજય દેવરકોંડાએ આટલા કરોડોનું યોગદાન આપ્યું

કોરોના વાયરસ : ‘અર્જુન રેડ્ડી’ ફેઈમ વિજય દેવરકોંડાએ આટલા કરોડોનું યોગદાન આપ્યું

0
  • સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાએ 1.30 કરોડનું આપ્યું યોગદાન
  • 2 હજારથી વધુ પરિવારોને કરશે મદદ
  • રોજગારની તકો પૂરી પાડીશું – વિજય દેવરકોંડા

સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાએ બે મહત્વપૂર્ણ ઘોષણા કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. તેમણે કહ્યું કે તે કોરોના વાયરસ સામેની જંગમાં મદદ માટે 1.30 કરોડ રૂપિયા દાન આપી રહ્યો છે. સાથે તેઓ લોકોને રોજગારની તકો પણ આપશે. આ સિવાય 2 હજારથી વધુ પરિવારોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખીશું.

વિજય દેવરકોંડાએ કહ્યું, “કોઈ આ માટે તૈયાર નહોતું, પરંતુ અમે બધા લડાકુ છીએ. મિડલ ક્લાસ પણ સંકટનો સામનો કરી રહ્યા છે. હું એક મિડલ ક્લાસ ફંડની શરૂઆત કરીને તેમની સાથે જોડાવવા માંગુ છું.

તેમણે કહ્યું, “હું 1.30 કરોડ રૂપિયાની મદદ આપવાની ઘોષણા કરું છું. અમારો બસ થોડો પ્રેમ, દયા અને સમર્થનની જરૂર છે. હું તમારા બધા માટે મારો પ્રેમ અને તાકાત મોકલી રહ્યો છું.”

તેણે 11 મિનિટની વિડિયો ક્લિપ પણ પોસ્ટ કરી જેમાં અભિનેતાને આશ્વાસન આપ્યું કે, તે રોજગારની તકો પૂરી પાડશે અને તેની બ્રાન્ચ દ્વારા કરિયાણાની વસ્તુ અને દવા જેવી તાત્કાલિક જરૂરિયાતોનું ધ્યાન રાખશે. અભિનેતાએ કહ્યું કે તેઓ 2,000 થી વધુ પરિવારોની તાત્કાલિક જરૂરિયાતોનું ધ્યાન રાખશે.

ઉલ્લેખનીય છે કે સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાએ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ થી સફળતા મેળવી હતી. આ ફિલ્મના હિન્દી વર્ઝન ‘કબીર સિંહ’ માં શાહિદ કપૂર અને કિયારા અડવાણીની મુખ્ય ભૂમિકા હતી. આ મૂવી દર્શકોને ખુબ જ પસંદ આવી હતી.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.