1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડના જાણીતા ડાયરેકટર સત્યજિત રેની જન્મજયંતિ
બોલિવૂડના જાણીતા ડાયરેકટર સત્યજિત રેની જન્મજયંતિ

બોલિવૂડના જાણીતા ડાયરેકટર સત્યજિત રેની જન્મજયંતિ

0
  • વ્યવસાયિક સિનેમા છોડીને સ્વતંત્ર ફિલ્મમેકિંગમાં બનાવી કારકિર્દી
  • સત્યજિત રેને 20 મી સદીના મહાન ફિલ્મમેકર કહેવામાં આવે છે.
  • ફિચર ફિલ્મ્સ, ડોક્યુમેન્ટ્રીઝ અને શોર્ટ્સ સહીત 36 ફિલ્મોનું કર્યું હતું નિર્દેશન
  • ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવૉર્ડ કર્યા પ્રાપ્ત

બોલિવૂડના જાણીતા ડાયરેકટર સત્યજિત રેનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 2 મે 1921 ના ​​રોજ થયો હતો. સત્યજીત રે ભારતીય ફિલ્મમેકર, સ્ક્રીનરાઇટર , મ્યુઝિક કંપોઝર , ગ્રાફિક્સ આર્ટિસ્ટ , ગીતકાર અને લેખક હતા. તેમને 20 મી સદીના મહાન ફિલ્મમેકર કહેવામાં આવે છે. તેનો જન્મ કલકત્તામાં એક બંગાળી કાયસ્થ પરિવારમાં થયો હતો જે કલા અને સાહિત્યના ક્ષેત્રમાં જાણીતો હતો.

સત્યજિત રેએ પોતાની કારકિર્દીની શરૂઆત વ્યવસાયિક આર્ટિસ્ટ તરીકે કરી હતી. લંડન વિજટની મુલાકાત લીધા પછી તેણે ફ્રેન્ચ ફિલ્મમેકર જિન રેનીઅર સાથેની મુલાકાત અને વિટ્ટોરિઓ ડે સિકાની ઇટાલિયન ન્યુરિયલિસ્ટ ફિલ્મ બાયસાયકિલ થિવ્ઝ (1948) જોયા પછી તેણે સ્વતંત્ર ફિલ્મમેકિંગમાં હાથ અજમાવ્યો હતો.

સત્યજિત રેએ ફિચર ફિલ્મ્સ, ડોક્યુમેન્ટ્રીઝ અને શોર્ટ્સ સહીત 36 ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું તે એક ફિક્શન રાઇટર,પબ્લિશર , ઈલુસ્ટ્રેટર , કાલીગ્રાફર , ગ્રાફિક ડિઝાઇનર અને ફિલ્મ ક્રિટીક પણ હતા. તેમણે ઘણી શોર્ટ સ્ટોરીઝ અને નવલકથાઓ પણ લખી હતી. સાઈંસ ફિકશનમાં ફેલુદા, ધ સ્લેઉથ અને પ્રોફેસર શોંકુ જેવી કહાનીઓ લખી. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તેમને માનદ ડિગ્રી આપવામાં આવી હતી.

સત્યજિત રેની પહેલી ફિલ્મ પાથેર પંચાલી (1955) એ 1956 ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ હ્યુમન ડોક્યુમેન્ટ એવોર્ડ સહિત 11 આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા. આ સાથે અપરાજિતો (1956) અને અપુર સંસાર (1959) ને પણ એવોર્ડ મળ્યો. રેએ સ્ક્રિપ્ટીંગ, કાસ્ટિંગ, સ્કોરિંગ અને એડિટિંગનો અને તેના ક્રેડિટ ટાઇટલ અને પબ્લિસિટી મટિરિયલની રચના પોતે જ કરી લેતા હતા. રેએ 32 ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડસ, એક ગોલ્ડન લાયન, એક ગોલ્ડન બીયર , બે સિલ્વર બીયર, આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અને અવૉર્ડ સેરેમનીમાં ઘણા મોટા એવૉર્ડ અને 1992 માં એકેડમી એવોર્ડ સહિત ઘણા એવૉર્ડ જીત્યા હતા.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.