1. Home
  2. ગુજરાતી
  3. જુઓ VIDEO: જંગલી હાથીએ આ રીતે બુદ્વિથી જુગાડ કરીને રસ્તો કર્યો પસાર, તમે પણ ચોંકી જશો
જુઓ VIDEO: જંગલી હાથીએ આ રીતે બુદ્વિથી જુગાડ કરીને રસ્તો કર્યો પસાર, તમે પણ ચોંકી જશો

જુઓ VIDEO: જંગલી હાથીએ આ રીતે બુદ્વિથી જુગાડ કરીને રસ્તો કર્યો પસાર, તમે પણ ચોંકી જશો

0

પ્રાણીસૃષ્ટિમાં હાથીને સૌથી બુદ્વિવાન જાનવર માનવામાં આવે છે. હાથીની કુશળતા અને ચપળતાને લગતા અનેક વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં હાથીની બૌદ્વિક ક્ષમતા જોઇ શકાય છે. આ વીડિયોમાં હાથી ખૂબજ સમજદારીપૂર્વક ઇલેક્ટ્રિક ફેંસને તોડીને રસ્તો પાર કરે છે. આ વીડિયો હાલમાં ખૂબજ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે હાથી પહેલા તારને પગથી સ્પર્શ કરે છે અને ચેક કરે છે કે તેમાં વીજ પ્રવાહ વહી રહ્યો છે કે કેમ. ત્યારબાદ તે લાકડીના પોલને જ ઉખાડી ફેંકે છે અને જંગલની બીજી તરફ જવા માટે ફેન્સિંગ તોડી દે છે. આ વીડિયોને અત્યારસુધી 6 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જો કે આ વીડિયો ક્યાં વિસ્તાર અને દેશનો છે તેને લઇને કોઇ પુષ્ટિ થઇ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.