1. Home
  2. ગુજરાતી
  3. રાનૂ મંડલથી લઇને ડાયનાસોર માછલી સુધીના આ છે 2019ના TOP 10 VIRAL PHOTOS
રાનૂ મંડલથી લઇને ડાયનાસોર માછલી સુધીના આ છે 2019ના TOP 10 VIRAL PHOTOS

રાનૂ મંડલથી લઇને ડાયનાસોર માછલી સુધીના આ છે 2019ના TOP 10 VIRAL PHOTOS

0

અંતે હવે આપણે વર્ષ 2019ના અંતિમ મહિનામાં પહોંચી ચૂક્યા છે. વર્ષ 2019 ખાસ કરીને મનોરંજન જગત માટે ખૂબજ રોચક, રસપ્રદ, રોમાંચક અને અવનવી બાબતોથી હર્યુંભર્યું રહ્યું હતું. હવે જ્યારે વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે અમે આપને એવી ખાસ 10 તસવીરો બતાવીશું જે સમગ્ર વર્ષ દરમિયાન સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ થઇ હતી અને દર્શકોનો અનેરો પ્રતિસાદ સાંપડ્યો હતો.

(1) રાનૂ મંડલની મેકઅપ વાળી તસવીર
પોતાના સિંગિંગ ટેલેન્ટથી રાતોરાત સુપરસ્ટાર બનેલી રાનૂ મંડલ પોતાના મેકઅપને લઇને સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ હતી. તેની આ તસવીરને લઇને લોકોએ અનેક મીમ્સ પણ બનાવ્યા હતા. જો કે કેટલાક સમય પછી આ તસવીર ફેક હોવાનું માલૂમ પડ્યું હતું.

(2) હેમા માલિનીની તસવીર
લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મથુરાની બીજેપી સાંસદ હેમા માલિની ખેતરોમાં પાક કાપતી જોવા મળી હતી. આ તસવીરમાં તે સજીધજીને ફસલ કાપી રહી હતી અને આ જ કારણોસર તેની તસીવર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

(3) જ્યારે બાળકીના લાંબા પગ જોઇને લોકો દંગ રહી ગયા હતા
હકીકતમાં, આ તસવીર ફેસબૂકના માધ્યમથી શેર કરાઇ હતી. આ તસવીર જોતા એવું લાગતું હતું કે તેના પગ ખૂબજ લાંબા છે પરંતુ હકીકતમાં તે હાથમાં પૉપકૉર્નનું પેકેટ લઇને ઉભી હતી. જેને કારણે પાછળની ઘાસ તેમજ પોપકૉર્નનો રંગ મિક્સ થઇ ગયો હતો.

(4) પૂર વચ્ચે પણ યુવતીનું ફોટોશૂટ
આ વર્ષે બિહારની રાજધાની પટનામાં ભીષણ પૂર આવ્યું હતું. આ દરમિયાન એક યુવતીએ પુરના પાણી વચ્ચે ફોટશૂટ કરાવ્યું હતું અને આ તસવીર ખૂબજ વાયરલ થઇ હતી. જો કે આ તસવીર ટીકાનું પણ કારણ બની હતી.

(5) અક્ષયકુમારનો હમશકલ
અક્ષયકુમાર જેવા જ આબેહુબ દેખાતા એક શખ્સની તસવીર ટ્વીટરના માધ્યમથી વાયરલ થઇ હતી.

(6) ડોનાલ્ડ ટ્રમ્પને ઘૂરીને જોતી ગ્રેટા થનબર્ગ
16 વર્ષનીય પર્યાવરણવિદ્ ગ્રેટા તુનબૈર સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય જળવાયુ સંમેલન દરમિયાન નેતાઓની ટીકા કરતી નજરે આવી હતી. ત્યારબાદ ઑગસ્ટમાં ગ્રેટાનો આક્રોશ અને ગુસ્સો દર્શાવતી એક તસવીર વાયરલ થઇ હતી. આ તસવીર ખૂબજ ચર્ચામાં રહી હતી.

(7) કાશ્મીરી બાળકનો મહિલા સુરક્ષાકર્મીની સાથે હાથ મિલાવતો ફોટો
જમ્મૂ કાશ્મીરમાં CRPFની એક મહિલા પોલીસકર્મી એક બાળક સાથે હાથ મિલાવતી નજરે પડે છે. આ તસવીર લોકોને ખૂબજ પસંદ આવી હતી અને તેની સરાહના પણ કરાઇ હતી.

(8) અજીબો-ગરીબ આંખ ધરાવતી ડાયનાસૉર માછલી
નૉર્વેના સમુદ્રી કિનારેથી એક અજીબ દેખાતી માછલીની તસવીર વાયરલ થઇ હતી. આ રેર ફિસની પૂંછ ખૂબજ લાંબી છે અને આંખ પણ મોટી છે.

(9) જ્યારે ચીટિંગ રોકવા માટે શિક્ષક એ વિદ્યાર્થીઓના માથા પર રાખી દીધા ડબ્બા
આ તસવીર મેક્સિકોના Tlaxcala શહેરની એક સ્કૂલની છે. જ્યારે શિક્ષકે પરીક્ષામાં ચીટિંગ રોકવા માટે વિદ્યાર્થીઓના માથા પર બોક્સ રાખી દીધા હતા. આ તસવીરને ફેસબૂકના માધ્યમથી શેર કરાઇ હતી. જો કે આ તસવીર વાયરલ થયા બાદ વિદ્યાર્થીઓના માતા-પિતાએ નૈતિકતા તેમજ મૂલ્યોના આધારે શિક્ષકની હકાલપટ્ટી કરવાની માંગ કરી હતી.

(10) પાયલોટની સેલ્ફી લેતી તસવીર
આ પાયલોટનો હવમાં જ પ્લેન ઉડાવતી વખતે લેવાયેલી તસવીર વાયરલ થઇ હતી, પરંતુ બાદમાં માલૂમ પડ્યું હતું આ તસવીર ફેક હતી. હકીકતમાં આ તસવીર પાયલોટે લેન્ડ થયા બાદ લીધી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.