1. Home
  2. ગુજરાતી
  3. જાવેદ અખ્તરે રિચર્ડ ડોકિન્સ એવોર્ડ જીત્યો, આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
જાવેદ અખ્તરે રિચર્ડ ડોકિન્સ એવોર્ડ જીત્યો, આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા

જાવેદ અખ્તરે રિચર્ડ ડોકિન્સ એવોર્ડ જીત્યો, આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા

0
  • જાવેદ અખ્તરે જીત્યો રિચર્ડ ડોકિન્સ એવોર્ડ
  • રિચર્ડ ડોકિન્સ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
  • ઝોયા અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર રિચર્ડ ડોકિન્સ એવોર્ડ જીત્યાની કરી જાણ
  • પુત્રી ઝોયા અખ્તરે એવોર્ડ જીતવા બદલ પાઠવ્યા અભિનંદન
  • પત્ની શબાના આઝમીએ પણ જાવેદને પાઠવી શુભકામના

જાવેદ અખ્તર બોલિવૂડના ઉત્તમ લેખક અને ગીતકાર છે. તેમના લખેલા શબ્દોનો જાદુ દેશ-વિદેશમાં જોઇ શકાય છે. હાલમાં જ તેને રિચર્ડ ડોકિન્સ એવોર્ડ 2020 સન્માનિત કરવામાં આવ્યા છે અને આ સાથે તે આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેની જીતની ખબર પુત્રી જોયા અખ્તરે સોશીયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આપી છે. રિચર્ડ ડોકિન્સ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે, જેમને આલોચનાત્મક વિચારસરણી, ધાર્મિક હઠ ધર્મિતાની તપાસ કરવા માટે, માનવીય પ્રગતિ અને માનવતાવાદી મૂલ્યોની પ્રગતિમાં યોગદાન આપ્યું છે.

ડાયરેકટર ઝોયા અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર રિચર્ડ ડોકિન્સ એવોર્ડ જીત્યાની જાણ કરી છે. ઝોયાએ લખ્યું છે- ‘મારા પપ્પાએ આલોચનાત્મક વિચારસરણી અને માનવતાવાદી મૂલ્યોને આગળ વધારવા બદલ પ્રતિષ્ઠિત રિચર્ડ ડોકિન્સ એવોર્ડ 2020 જીત્યો છે. તે અત્યાર સુધીમાં આ એવોર્ડ જીતનાર એકમાત્ર ભારતીય છે. તેઓની પહેલા બિલ મહર, સ્ટીફન ફ્રાઇ, રિકી ગર્વાઈસ અને ક્રિસ્ટોફર હીચેન્સ હતા. પપ્પા માટે સુપર એક્સાઇટેડ છું ‘.

જાવેદની જીત પર પત્ની શબાનાએ કહ્યું કે …

પત્ની શબાના આઝમીએ પણ જાવેદને અભિનંદન પાઠવ્યા છે. તેણે ઝોયાની પોસ્ટ પર લખ્યું- ‘તેમના માટે આ સમાચાર સાંભળીને હું રોમાંચિત છું. જાવેદ લાંબા સમયથી રિચર્ડ ડોકિન્સના મોટા ચાહક રહ્યા છે. અને આ જીત તર્ક અને આલોચનાત્મક વિચારસરણીમાં જાવેદ દૃઢતાના મજબૂત સાક્ષી છે.

જાવેદ અખ્તરની આ મોટી જીતથી ઋત્વિક રોશન, સોહા અલી ખાન, નેહા ધૂપિયા, અભિષેક બચ્ચન, દિયા મિર્ઝા સહિત ઘણા સ્ટાર્સએ પણ અભિનંદન પાઠવ્યા છે. અનુરાગ કશ્યપે પણ જાવેદ અખ્તરને અભિનંદન આપતાં કહ્યું કે તે તેના હકદાર છે.

જાવેદ ટ્વિટર પર ક્યારેય કોઈની પ્રશંસા હોય કે કોઈની આલોચન, ક્યારેય પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાથી પાછળ હટતા નથી. તે પણ તાર્કિક રીતે જવાબો આપવામાં નિષ્ણાત છે. તમને જણાવી દઈએ કે રિચર્ડ ડોકિન્સ એવોર્ડ વર્ષ 2003 થી આપવામાં આવે છે. તેનું નામ પ્રખ્યાત બાયોલોજિસ્ટ રિચર્ડ ડોકિન્સના નામ પર રાખવામાં આવ્યું છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.