1. Home
  2. ગુજરાતી
  3. દૂરદર્શનની પ્રસિદ્વ એન્કર નીલમ શર્માનું નિધન, અપાયું હતું નારી શક્તિ સમ્માન
દૂરદર્શનની પ્રસિદ્વ એન્કર નીલમ શર્માનું નિધન, અપાયું હતું નારી શક્તિ સમ્માન

દૂરદર્શનની પ્રસિદ્વ એન્કર નીલમ શર્માનું નિધન, અપાયું હતું નારી શક્તિ સમ્માન

0

દૂરદર્શનની વરિષ્ઠ એન્કર નીલમ શર્માનું આજે નિધન થયું છે. દૂરદર્શનના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર તેની જાણકારી અપાઇ છે. જાણકારી અનુસાર તે કેન્સરથી પીડિત હતી. તેમણે વર્ષ 1995 થી દૂરદર્શન સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી.

દૂરદર્શન ન્યૂઝ દ્વારા ટ્વીટ કરાઇ હતી કે “DDNews ના વરિષ્ઠ એન્કર NeelumSharma ના અકાળે નિધન પર દૂરદર્શન પરિવાર તરફથી વિનમ્ર શ્રદ્વાંજલિ, ‘નારી શક્તિ’ સમ્માન જેવા અનેક પુરસ્કારોથી સમ્માનિત નીલમ શર્મા એ તેના 20 વર્ષોના કાર્યકાળ દરમિયાન ‘તેજસ્વિની’ થી લઇને ‘બડી ચર્ચા’ જેવા અનેક લોકપ્રિય કાર્યક્રમોનું સંચાલન કર્યું છે.

લાંબા સમયથી દૂરદર્શનનો ચહેરો રહેલા નીલમ શર્માને આ વર્ષ એ માર્ચ મહિનામાં નારી શક્તિ સમ્માનથી નવાજાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.