1. Home
  2. ગુજરાતી
  3. બિગ બીનું ન્યુ સોન્ગ ‘ગુઝર જાયેગા’ રિલીઝ, કપિલ શર્મા સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા
બિગ બીનું ન્યુ સોન્ગ ‘ગુઝર જાયેગા’ રિલીઝ, કપિલ શર્મા સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા

બિગ બીનું ન્યુ સોન્ગ ‘ગુઝર જાયેગા’ રિલીઝ, કપિલ શર્મા સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા

0
  • અમિતાભ બચ્ચનનું નવું ગીત ‘ગુઝર જાયેગા’ રિલીઝ
  • કપિલ શર્મા સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા
  • બોલિવૂડ ઉપરાંત સ્પોર્ટ્સ પર્સનાલિટી પણ સામેલ
  • અમિતાભ બચ્ચને ટ્વિટર પર શેર કર્યું આ ગીત

કોરોનાવાયરસ સમયે આખી દુનિયા મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં લોકોમાં એક પ્રકારની નિરાશા પણ છે. બોલિવૂડ સેલેબ્સ આ દિવસોમાં આવા કેટલાક ગીતો લાવી રહ્યા છે, જે આ સમયમાં પણ લોકોને એકજૂટ અને ઉત્સાહિત કરવાનું કામ કરી રહ્યા છે. આ દરમિયાન બોલીવુડના મહાનાયકના અવાજમાં આવું જ એક ગીત આવ્યું છે. આ ગીતનાં શબ્દ છે ‘ગુઝર જાયેગા’.

હોપ પ્રોજેક્ટના આ ગીતમાં અમિતાભ બચ્ચનનો અવાજ જ નહીં, પરંતુ તે ખુદ સ્ક્રીન પર પણ નજરે પડે છે. આ સિવાય મનોજ બાજપેયી, પુલકિત સમ્રાટ, રિચા ચઢા, સોનુ સૂદ, સની લિયોન, કપિલ શર્મા, એકતા કપૂર અને રવિના ટંડન ઘણા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા છે. ગીતમાં બોલિવૂડ ઉપરાંત ખેલજગતના ઘણા સ્ટાર્સને પણ ફિલ્માવવામાં આવ્યા છે. જેમાં સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, બબીતા ​​ફોગાટ, વિજેન્દ્ર સિંહ અને દીપા મલિક જેવા રમત-ગમત ખેલાડીઓ સામેલ છે.

અમિતાભ બચ્ચને આપ્યો આ ગીતમાં અવાજ

આ ગીત શરૂઆતમાં અમિતાભ બચ્ચને ગાયું છે. આ પછી બોલિવૂડના ઘણા સિંગર્સએ પોતાનો અવાજ આપ્યો છે. જેમાં અનૂપ જલોટા, સોનુ નિગમ, શાન, હંસરાજ હંસ, શ્રેયા ઘોષાલ, બાબુલ સુપ્રિયો અને જાવેદ અલી સહિત ઘણાં સિંગર શામેલ છે. ખાસ વાત એ છે કે આ બધાએ સ્ક્રીન પણ શેર કરી છે. ગીતને જાઝીમ શર્માએ કમ્પોઝ કર્યું છે અને સિદ્ધાંત કૌશલે ગીત લખ્યું છે.અમિતાભ બચ્ચને ટ્વિટર પર આ ગીત શેર કરીને કેપ્શન આપ્યું હતું, ‘આ પણ પસાર થઈ જશે…સ્ટ્રોંગ રહો…સુરક્ષિત રહો…સુરક્ષામાં રહો…’

પહેલાં પણ આવી ચૂક્યા છે આવા ગીતો

તમને જણાવી દઇએ કે પહેલા પણ કોરોના વાયરસ સામે આવા ગીતો આવી ચુક્યા છે. ‘મુસ્કરાયે ઇન્ડિયા’ ગીત પણ હાલમાં રિલીઝ થયું છે.તેમાં અમિતાભ બચ્ચન સહિત ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો. આ સિવાય શંકર મહાદેવે તેમનું ગીત ”દિલ ચાહતા હે” ને રીક્રીએટ કર્યું હતું. તેમાં ઘણા એક્ટર અને સિંગર્સે પણ ભાગ લીધો છે. આ સિવાય આવા ઘણા ગીતો પણ આવી ચુક્યા છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.