1. Home
  2. ગુજરાતી
  3. શું દિવ્યાંકા ત્રિપાઠી સલમાન ખાનના શો બિગ બોસમાં ક્યારેય ભાગ લેશે ખરા ? આ આપ્યો જવાબ…..
શું દિવ્યાંકા ત્રિપાઠી સલમાન ખાનના શો બિગ બોસમાં ક્યારેય ભાગ લેશે ખરા ? આ આપ્યો જવાબ…..

શું દિવ્યાંકા ત્રિપાઠી સલમાન ખાનના શો બિગ બોસમાં ક્યારેય ભાગ લેશે ખરા ? આ આપ્યો જવાબ…..

0

દિવ્યાંકા ત્રિપાઠીએ ઘણા મોટા ટીવી શોમાં કામ કર્યું છે. તે ટીવી ઉદ્યોગની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. પરંતુ શું તે ક્યારેય ખતરો કે ખિલાડી, બિગ બોસ જેવા રિયાલિટી શોમાં ભાગ લેશે? જાણો ..

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીની જબરદસ્ત ફેન ફોલોવિંગ છે. તેણે ઘણા ટીવી શોજ કર્યા છે. પરંતુ તે ભાગ્યે જ રિયાલિટી શો કરે છે. ફેન્સ ઇચ્છે છે કે તેઓ દેશના સૌથી મોટા શો બિગ બોસમાં ભાગ લે. પરંતુ જાણો જ્યારે દિવ્યાંકા બિગ બોસ જેવા શોનો ભાગ બને છે ત્યારે તે શું વિચારે છે.

શું દિવ્યાંકા ક્યારેય બિગ બોસનો ભાગ બનશે?

પિંકવિલા સાથેની ખાસ વાતચીતમાં જ્યારે દિવ્યાંકા ત્રિપાઠીને પૂછવામાં આવ્યું કે શું તે બિગ બોસની કન્ટેસ્ટન્ટ બનવા માંગે છે? જવાબમાં અભિનેત્રીએ કહ્યું- મને તેની શંકા છે. જો હું ક્યારેય બિગ બોસ કરું, તો તમે સમજો કે મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ ચાલી રહી છે. મેકર્સનું સન્માન કરતા કહેવા માંગુ છું દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે જે લોકો શોમાં જાય છે તે દરેકનો અલગ ટેસ્ટ હોય છે. મને બિગ બોસ ખૂબ જ સ્ટ્રેસફુલ લાગે છે. તે પછી કન્ટેસ્ટન્ટ હોય કે દર્શક, દરેક લોકોને સ્ટ્ર્સ થાય છે.

બિગ બોસ પછી જ્યારે દિવ્યાંકાને ખતરો કે ખિલાડીમાં ભાગ લેવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું- હું આ શો કરવાનું પસંદ કરીશ. હું હંમેશાં આ શો કરવા માંગતી હતી. પરંતુ મને સ્વિમિંગ પણ આવડતું નથી અને હું જંતુઓને પણ ખાઈ શકતી નથી. હું શાકાહારી છું પરંતુ હું આ શો કરવા માંગુ છું.

તમને જણાવી દઈએ કે, દિવ્યાંકા ત્રિપાઠીએ યે હૈ મોહબ્બતે શોમાં ઇશિતા ભલ્લાની ભૂમિકા ભજવી હતી. આ શો જબરદસ્ત હિટ રહ્યો હતો. આ દિવસોમાં દિવ્યાંકા ક્વોરેન્ટાઇન પિરિયડમાં પતિ વિવેક દહિયા સાથે ક્વોલિટી ટાઇમ એન્જોય કરી રહી છે. દિવ્યાંકાએ ઘણા મોટા ટીવી શોમાં કામ કર્યું છે. તે ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.