1. Home
  2. ગુજરાતી
  3. યો યો હની સિંહે નાનપણનો ફોટો શેર કર્યો, જાણો શું કહ્યું તેના ફેન્સે
યો યો હની સિંહે નાનપણનો ફોટો શેર કર્યો, જાણો શું કહ્યું તેના ફેન્સે

યો યો હની સિંહે નાનપણનો ફોટો શેર કર્યો, જાણો શું કહ્યું તેના ફેન્સે

0
  • પંજાબી સિંગર યો યો હનીસિંહે નાનપણનો ફોટો કર્યો શેર
  • ફેન્સ તેના આ ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
  • એક ચાહકે કહ્યું – મતલબ કે તું નાનપણથી જ હીરો હતો

પંજાબી સિંગર હનીસિંહે જ્યારે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે તેને ધૂમ મચાવી દીધી હતી. તેનું દરેક ગીત લોકોને ખુબ જ પસંદ આવતું હતું. પરંતુ થોડા સમય પછી, હની સિંહ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયો હતો, પરંતુ હવે તે ફરી એકવાર પાછો ફર્યો છે. હની સિંહના ગુડ નાલ ઇશ્ક મીઠા, લોકા, માસ્કો સુકા જેવા ઘણા ગીતો હાલમાં રિલીઝ થયા છે. લોકડાઉનમાં હની સિંહ સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલ રહે છે. હનીએ હાલમાં તેના નાનપણનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

હનીસિંહે ફોટો શેર કરતા લખ્યું- હું જન્મથી જ સ્ટાઇલિશ છું ! મારું નાનપણ ! ફોટામાં હની સિંહે પાઘડી બાંધેલી, ચશ્માં પહેરીને ક્યાંક પર્વત પર બેઠો છે. હનીના ફેન્સ તેના આ ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ફેન્સ હનીનો આ સ્ટાઇલિશ અવતાર જોઈને તેને હીરો કહીને બોલાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું – નાનપણથી જ હેન્ડસમ છો. તે જ સમયે, અન્ય ચાહકે લખ્યું – મતલબ કે તું નાનપણથી જ હીરો હતો.

હની સિંહે તાજેતરમાં રિલીઝ થયેલા ગીત માસ્કો માશુકાની વાત કરીએ તો આ ગીતને 15 કરોડ લોકો જોઈ ચૂક્યા છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.