1. Home
  2. ગુજરાતી
  3. અમિતાભની ગુલાબો સિતાબો બાદ હવે વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે
અમિતાભની ગુલાબો સિતાબો બાદ હવે વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

અમિતાભની ગુલાબો સિતાબો બાદ હવે વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

0
  • વિદ્યા બાલન સ્ટારર ‘શકુંતલા દેવી’ બાયોપિક હવે ઓનલાઇન રિલીઝ થશે
  • ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર થશે રિલીઝ
  • સોશિયલ મીડિયા પર વિદ્યા બાલને આ વિશે આપી માહિતી

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ગુલાબો સીતાબો પછી હવે વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવી ઓનલાઇન રિલીઝ થશે. વિદ્યા બાલનની આગામી ફિલ્મ શકુંતલા દેવી થિયેટરર્સમાં રિલીઝ થશે નહીં, પરંતુ આ ફિલ્મ સીધા તમારા મોબાઇલ ફોન અને ટીવી સુધી પહોંચશે. એમેઝોન પ્રાઇમ વીડિયોએ તેના વર્લ્ડ પ્રીમિયરની જાહેરાત કરી દીધી છે. હાલમાં રિલીઝ ડેટ નક્કી નથી.

સોશિયલ મીડિયા પર વિદ્યા બાલને આ વિશે માહિતી આપી છે. આ માહિતી તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા તેમણે લખ્યું- તમને જણાવીને આનંદ થાય છે કે ‘શકુંતલા દેવી’ ટૂંક સમયમાં તમારા પરિવાર સાથે પ્રાઇમ વીડિયો પર જોઈ શકશો. મને આનંદ છે કે અમે આવા અકલ્પનીય સમયમાં તમારું મનોરંજન કરવામાં સક્ષમ છીએ.

વિદ્યા બાલનની ફિલ્મ 8 મેના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે આ શક્ય ન બન્યું. આ ફિલ્મનું દિગ્દર્શન અનુ મેનને કર્યું છે.

શકુંતલા દેવી કોણ છે ?

શકુંતલા દેવી રાઇટર અને મેન્ટલ કેલ્ક્યુલેટર હતાં. 1982ના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ એડિશનમાં તેમણે પોતાની ઝડપી ગણતરીની આવડતથી નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત તેઓ એસ્ટ્રોલોજર અને નોવેલિસ્ટ પણ હતાં. તેમની પહેલી બુક ‘ધ વર્લ્ડ ઓફ હોમોસેક્સ્યુઅલ’ને ભારતમાં હોમોસેક્સ્યુઆલિટીની પહેલી સ્ટડી તરીકે ગણવામાં આવે છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.