in , , ,

85 લાખ રૂપિયામાં વેચાયુ આ કેળુ! તસવીર થઇ રહી છે વાયરલ

જો કોઇ તમને સવાલ કરે કે એક કેળાની કિંમત શું હોય, તો તમે વધુને વધુ 10 રૂપિયા કિંમતથી આગળ નહીં વધી શકો. પરંતુ ઘરના ડાયનિંગ ટેબલ પર રાખેલા એ જ કેળાની કિંમત 85 લાખ રૂપિયાથી વધુ હોય તો તમે શું કહેશો? ચોંકી ગયા ને? જી હા, પણ આ હકીકત છે. વાત એમ છે કે હાલમાં ડક્ટ ટેપથી દીવાલમાં ચોંટાડેલી એક કલાકૃતિ સતત સમાચારમાં છે. જણાવી દઇએ કે મિયામી બીચ પર આર્ટ બેસલ એ બુધવારે આ કલાકૃતિને 85.81 લાખ રૂપિયામાં વેચી છે.

View this post on Instagram

The talk of the town in Miami right now is Maurizio Cattelan’s “Comedian,” a banana 🍌 duct taped to the wall. Two have already sold for $120,000 at Perrotin 😉 read more, including about the banana my husband, @nnddmmyy, hung on his dorm wall for two years, on Artnet News, link in bio @artnet @galerieperrotin @mauriziocattelan @artbasel #art #conceptualart #banana #sculpture #artbasel #artbaselmiamibeach #artbaselmiami #artfair #artgallery #artwork #whatisart #isthisart #miami #miamibeach #florida #miamiflorida #mauriziocattelan #perrotin #galerieperrotin #artist #bananapeel #ducttape #artnetnews #artcollector #vippreview #artjournalism #artjournalist #openingday #artgallery #gallery #artworld

A post shared by Sarah Cascone (@sarahecascone) on

ઇટલીના મશહૂર કલાકાર મૌરિઝિયો કૈટેલને તેને બનાવી છે. મૌરિઝિયો અગાઉ પણ ત્રણ કલાકૃતિ બનાવી ચૂક્યા છે, જેમાંથી બેનું પહેલા જ વેચાણ થઇ ચૂક્યું છે.

પેરિસની આર્ટ ગેલેરી પેરોટિનના માલિક ઇમૈનુઅલ પૈરાટિને જણાવ્યું કે કેળુ વૈશ્વિક વ્યાપાર તેમજ હ્યુમરનું પ્રતિક છે. આ કલાકૃતિને ‘કોમેડિયન’ નામ અપાયું છે. પેરોટિને ફેસબુક પોસ્ટ કરતા લખ્યું કે આ કેળાના ટૂકડાની કિંમત દર્શાવે છે કે આપણે કઇ રીતે મૂલ્ય નિર્ધારિત કરીએ છીએ અને કઇ વસ્તુને મહત્વ આપીએ છીએ.

કલાકૃતિમાં ઉપયોગ કરાયેલા કેળાને મિયામીના એક ગ્રોસરી સ્ટોરમાંથી ખરીદવામાં આવ્યું છે. તેમાં ડક્ટ ટેપના એક ટૂકડાને લગાડાયો છે. કલાકૃતિની સાથે તેની વિશ્વસનીયતાનું એક પ્રમાણપત્ર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘પતિ પત્ની ઓ વો’- ફિલ્મએ પહેલા દિવસે કરી 9 કરોડની કમાણી- કાર્તિક આર્યનની પ્રથમ બમ્પર ઓપનિંગ ફિલ્મ

વોડાફોન-આઈડિયાએ ગ્રાહકોને સરપ્રાઈઝ કર્યા – હવે કોઈપણ નેટવર્ક પણ કરી શકશો ફ્રી અનલિમિટેડ કોલિંગ