1. Home
  2. ગુજરાતી
  3. VIRAL VIDEO: ચિત્તાએ કર્યો શાહુડી પર હુમલો અને પછી થયું આવું…
VIRAL VIDEO: ચિત્તાએ કર્યો શાહુડી પર હુમલો અને પછી થયું આવું…

VIRAL VIDEO: ચિત્તાએ કર્યો શાહુડી પર હુમલો અને પછી થયું આવું…

0

સામાન્યપણે ચિત્તો કોઇપણ શિકાર કરવામાં સફળ રહેતો હોય છે પરંતુ ક્યારેક ખુદ ચિત્તાને પણ અંતે તો હારનો જ સામનો કરવો પડે છે. હાલમાં જ એક ચિત્તા અને શાહુડી વચ્ચેની લડાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભારતીય વનવિભાગના અધિકારી પ્રવીણ કાસવાને આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. હાઇવે પર બેઠેલી શાહુડી બેઠી હતી અને પાછળથી ચિત્તો શાહુડીનો શિકાર કરવા માટે આવી પહોંચ્યો. પરંતુ ચિત્તાને ખબર નહોતી કે અહીંયા તો ખુદ તેનો જ શિકાર થઇ જશે.

https://twitter.com/ParveenKaswan/status/1197117490452545536

શાહુડીના શરીર પર સ્વબચાવ માટે કાંટા હોય છે અને જ્યારે કોઇ તેનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે શિકારી પર કાંટા છોડે છે, જેને કારણે શિકાર કરનાર તડપવા લાગે છે. આ વખતે પણ એવું જ થયું. ચિત્તો જેમ શાહુડીની નજીક આવ્યો, શાહુડીએ તેના કાંટાથી તેના પર પલટવાર કર્યો અને કાંટા ખુંચાવી દીધા. ત્યારબાદ જે થયું તેને જોઇને આપ પણ હસી પડશો. ચિત્તાના મોંમા કાંટા ખૂંચી ગયા હતા જેને કાઢવાની તેની અનેક કોશિશ છત્તાં તે નિષ્ફળ રહ્યો હતો અને અંતે હાર માનીને જંગલમાં પરત ફર્યો હતો.

આ વીડિયોને 20 નવેમ્બરના રોજ શેર કરાયો છે અને 9 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.