1. Home
  2. ગુજરાતી
  3. અહો આશ્વર્યમ! ટેલ્કમ પાઉડર ખાય છે આ મહિલા, 7.5 લાખ રૂપિયાનો પાઉડર ખાઇ ગયા
અહો આશ્વર્યમ! ટેલ્કમ પાઉડર ખાય છે આ મહિલા, 7.5 લાખ રૂપિયાનો પાઉડર ખાઇ ગયા

અહો આશ્વર્યમ! ટેલ્કમ પાઉડર ખાય છે આ મહિલા, 7.5 લાખ રૂપિયાનો પાઉડર ખાઇ ગયા

0
  • ઇગ્લેન્ડના ડેવોન શહેરના રહેવાસી લિસાને છે આ વિચિત્ર શોખ
  • તેઓને ટેલ્કમ પાઉડર ખાવાનો છે વિચિત્ર શોખ
  • અત્યાર સુધી 7.5 લાખ રૂપિયાનો પાઉડર ખાઇ ગયા

દુનિયાભરના લોકોને અજીબોગરીબ શોખ હોય છે જેની આપણે ક્યારેય કલ્પના પણ ના કરી શકીએ. આ પ્રકારના વિચિત્ર શોખ વિશે સાંભળીને ખુદ આપણે પણ અંચબિત થઇ જતા હોય છે. આવો જ એક વિચિત્ર શોખ ઇગ્લેન્ડના ડેવોન શહેરના 44 વર્ષના રહેવાસી લિસા એન્ડરસનને છે.

રોજનો 200 ગ્રામ પાઉડર ખાઇ જાય છે

તેઓને ટેલ્કમ પાઉડર ખાવાનો અજીબોગરીબ શોખ છે. અત્યારસુધી આ મહિલા તેના ટેલ્કમ પાઉડર ખાવાના આ શોખ પાછળ અંદાજે રૂ.7.6 લાખ જેટલા અધધ..રૂપિયા ખર્ચી ચૂકી છે.

આજથી 15 વર્ષ પહેલા ચાલુ થયો હતો આ વિચિત્ર શોખ

હવે તેના આ વિચીત્ર શોખ પાછળની હકીકત એમ છે કે 15 વર્ષ અગાઉ તેઓ તેમના પુત્રને નવડાવી રહ્યા હતા ત્યારે તેઓને ટેલ્કમ પાઉડર ખાવાની તીવ્ર ઇચ્છા થઇ. તેઓએ જોહ્નસન બેબી પાવડર ખાવા માટે અત્યારસુધી લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે.

પાંચ બાળકોની આ માતા દિવસમાં 200 ગ્રામ જેટલા પાઉડરની બોટલ ગળકી જાય છે. તેની આ તીવ્ર ઝંખના અને ઇચ્છાને પૂરી કરવા માટે તે રાત્રે ચાર વાર ઉઠીને પાઉડર ખાય છે. તેમણે એક દાયકા સુધી આ શોખને છૂપાવી રાખ્યો હતો. ત્યારબાદ તેઓએ આ શોખનો ખુલાસો કર્યો અને હાલમાં તે પ્રોફેશનલની મદદ લઇ રહી છે.

ડૉક્ટરોના મતે તે PICA નામના સિન્ડ્રોમથી પીડાય છે, જે એક પ્રકારની બિમારી છે જેમાં વ્યક્તિને બિનખાદ્ય પદાર્થોને ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે.

હાલમાં તો તેઓ સપ્તાહ દરમિયાન અનેક ગ્રામ પાઉડર ખાઇ જાય છે પરંતુ હવે તેઓ આ આદતથી પીછો છોડાવવા માંગે છે અને તે માટે પ્રોફેશનલ ડૉક્ટરની મદદ પણ લઇ રહી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.