Politicalગુજરાતી

શું મારી ચ્હામાં પડશે થોડીક મુસ્લિમ ખાંડ?:વરુણ ગાંધી

પીલીભીત: લોકસભા ચૂંટણી 2019નો રાજકીય પારો તેની ચરમસીમાએ હવે ઉનાળાના ગરમીના પારા સાથે સ્પર્ધા કરી રહ્યો છે. ચૂંટણી મેદાનમાં નેતાઓના વિવાદીત નિવેદનોનો નવો તબક્કો શરૂ થઈ ચુક્યો છે.

વિવાદીત નિવેદનો આપનારા નેતાઓની યાદીમાં હવે માતા મેનકા ગાંધી બાદ તેમના પુત્ર અને પીલીભીત બેઠક પરથી ભાજપના ઉમેદવાર વરુણ ગાંધીનું નામ પણ સામેલ થયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના એક વીડોય મુજબ, વરુણ ગાંધીએ પીલીભીતમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તે જાહેરસભામાં વરુણ ગાંધીએ કહ્યુ છે કે હું બસ એક વસ્તુ મુસ્લિમ ભાઈને કહેવા ચાહુ છું કે જો તમે મને વોટ આપશો, તો મને ઘણું સારું લાગશે. જો તમે મને વોટ નહીં આપો, તો કોઈ વાંધો નહીં. ત્યારે પણ મારી પાસેથી કામ કરાવી લેજો, કોઈ મુશ્કેલીની વાત નથી.

વરુણ ગાંધીએ લોકોને પુછતા મંચ પરથી કહ્યુ હતુ કે પરંતુ જો મારી ચ્હામાં તમારી પણ ખાંડ પડી જશે, તો ચ્હા વધુ મીઠી થઈ જશે. તો શું આ  વખતે કેટલીક મુસ્લિમ ખાંડ પડવાની છે, મારી ચ્હામાં. વરુણ ગાંધીએ કહ્યુ હતુ કે હું દુનિયાને હિંદુ અને મુસ્લિમમાં જોતો નથી. હું દુનિયાને બે છેડાથી જોઈ રહ્યો છું- પોતાના અને પારકા.

વરુણ ગાંધીએ કહ્યુ છે કે જે દેશના ખેડૂતો, જે દેશ માટે લડી રહ્યા છે, જે દેશ માટે જીવી રહ્યા છે- મરી રહ્યા છે, તેમનો કોઈ ધર્મ અને કોઈ જાતિ નથી. હું દુનિયાને હિંદુ-મુસ્લિમમાં વિભાજીત કરીને જોતો નથી. હું દુનિયાને બે જ સ્વરૂપમાં જોઈ રહ્યો છું અને તે છે પોતાના અને પારકા.

Related posts
BEAUTYગુજરાતી

બ્યુટી પાર્લરમાં બનતા મોંઘા ફેશિયલને બનાવો ઘરે બેઠા, સંતરાની છાલનો કરો આ રીતે ઉપયોગ

સંતરા અથવા નારંગીના છે અનેક ફાયદા ચહેરાની સુંદરતા વધારવામાં પણ છે ઉપયોગી ઘરે બેઠા જ બનાવી શકો છે ફેશિયલ પેક બજારમાં આજે…
Regionalગુજરાતી

ભૂમિ સુપોષણ અભિયાન: ગુજરાતમાં યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ, 6000 ગામોમાં ખેડૂતો ભૂમિ સુધારણાનો લેશે સંકલ્પ

રાસાયણીક ખાતર-જંતુનાશક દવાઓથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થઇ ચૂકી છે આ સંજોગોમાં ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી નવપલ્લવીત કરવી આવશ્યક છે આ જ…
Nationalગુજરાતી

હવે ઘરેલૂ ફ્લાઇટમાં ભોજન નહીં મળે, જાણો ઉડ્ડયન મંત્રાલયનો નિર્ણય

કોરોનાના સ્ફોટક સંક્રમણ વચ્ચે નાગરિક વિમાન મંત્રાલયે લીધો નિર્ણય વિમાન મંત્રાલયે કોરોનાને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું 2 કલાકથી ઓછી સ્થાનિક…

Leave a Reply