in , , , ,

ભાજપમાં સામેલ થયા ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, કહ્યુ પીએમ મોદીથી છું પ્રભાવિત

ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ગૌતમ ગંભીરને કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી અને કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપની સદસ્યતા આપવામાં આવી છે.

જેટલીએ કહ્યુ છે કે ભાજપ સતત પોતાનું વિસ્તરણ કરી રહ્યું છે, આ કડીમાં ગૌતમ ગંભીર આજે ભાજપની સાથે જોડાયા છે. તે દિલ્હીના જ વતની છે અને ક્રિકેટના ક્ષેત્રમાં તેમણે ભારતનું નામ પણ રોશન કર્યું છે.

ભાજપમાં સામેલ થયા બાદ ગૌતમ ગંભીરે કહ્યુ છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રભાવિત છે. તેમની કોશિશ રહેશે કે ભાજપમાં આવ્યા બાદ તેઓ દેશ માટે કંઈક સારું કરી શકે અને તેઓ આવી ચાહત ધરાવે છે.

ભૂતપૂર્વ ક્રિકેટર ભાજપમાં જોડાયા બાદ દિલ્હીથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. જો કે આના સંદર્ભેનો નિર્ણય ભાજપની કેન્દ્રીય ચૂંટણી કમિટી કરશે તેવી ટીપ્પણી જેટલીએ પોતાની પ્રતિક્રિયામાં કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સેમ પિત્રોડાની ટીપ્પણી મામલે ગાંધી પરિવાર નિશાન, પીએમ મોદી બોલ્યા- કોંગ્રેસ મનાવી રહી છે પાકિસ્તાન દિવસ

યાત્રાધામ સાળંગપુરમાં હર્ષોલ્લાસથી ઊજવાયો ફુલદોલોત્સવ