1. Home
 2. revoinews
 3. વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસવાર્તાનું આયોજન- ભારત મ્યાનમારની નૌસેનાને પ્રથમ સબમરિન આપશે
વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસવાર્તાનું આયોજન- ભારત મ્યાનમારની નૌસેનાને પ્રથમ સબમરિન આપશે

વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસવાર્તાનું આયોજન- ભારત મ્યાનમારની નૌસેનાને પ્રથમ સબમરિન આપશે

0
 • વિદેશમંત્રાલય થકી પ્રેસકોન્ફોરન્સનું આયોજન
 • ભારત મ્યાનમારને આપશે પ્રથમ સબમરીન
 • સુષ્મા સ્વરાજ વ્યાખ્યાનોનું લોકાર્પણ અંગે થઈ વાત
 • પાકિસ્તાને ભારતના આંતરીક મામલે ટિપ્પણી કરવાનું બંધ કરવું જોઈએ

ભારતીય વિદેશ મંત્રાલય એ ગુરુવારના રોજ એક પ્રેસરિલીઝનું આયોજન કર્યું હતું, જેમાં મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ એ ભારત-અમેરીકા વાટાઘાટો, વિદેશી રાજદ્વારીઓ માટે સુષ્મા સ્વરાજ વ્યાખ્યાનોનું લોકાર્પણ અને દેશના આંતરિક મામલામાં પાકિસ્તાનની દખલ અને ભારત દ્વારા મ્યાનમાર નૌકાદળને સબમરીન આપવાની માહિતી આપી હતી.

આ પ્રેસવાર્તાના મુખ્ય મુદ્રાઓ આ મુજબ હતા

 • ભારત અને અમેરીકા વચ્ચે પ્રસ્તાવિક 2પ્લસ 2 વાતાઘાટોને લઈને મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે ખુબ જ જલ્દી તેને આયોજીત કરવા ઈચ્છીએ છીએ,
 • અમારો પ્રયત્ન રહેશે કે આ વાર્તાનું આયોજન ખાસ કરીને દિલ્હીમાં યોજાય.
 • અનુરાગ શ્રીવાસ્તવએ જણાવ્યું કે, દિલ્હીમાં નિયુક્ત વિદેશી રાજદ્વારીઓ માટે રચાયેલ સુષ્મા સ્વરાજ વ્યાખ્યાનની પહેલી આવૃત્તિ આજે રજુ કરવામાં આવી હતી. આ આવૃત્તિમાં 45 વિદેશી રાજદ્વારીઓ સામેલ રહ્યા હતા.
 • પ્રવક્તાએ કહ્યું કે અમે પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીના ઇન્ટરવ્યુના રિપોર્ટ જોયા છે તેમણે ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરી છે. હંમેશાની જેમ પાકિસ્તાન ઘરેલું નિષ્ફળતાઓ છુપાવવા અને તેમના દેશના લોકોને  ગેરમાર્ગે દોરવા માટે ભારતનું નામ લઈ રહ્યું છે.
 • આ બાબતે તેમણે વધુમાં કહ્યું કે,પાકિસ્તાનના અધિકારીઓને ખાસ સલાહ આપવામાં આવી છે કે, આ વાત તમારી સરકાર સમક્ષ રજુ કરો અને તેમને કહો કે ભારતના આંતરીક મામલામાં ટિપ્પણી કરવાનું ટાળે,  તેમના ભાષણો કાલ્પનિક અને લોકોને ગુમરાહ કરનારા હોય છે.
 • મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારત મ્યાનમારની નૌસેનાને કિલો વર્ગની એક સબમરીન આઈએનએસ સિંઘુવીર આપશે, જે મ્યાનમાર નૌસેનાની પ્રથનમ સબમરીન હશે.
 • તેમણે કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અખંડ ભાગ છે,હતા અને હંમેશા રહેશે ચીન ને ભારતના આતંરીક મામલામાં કોઈ પણ ટિપ્પણી કરવાનો અધિકાર નથી, તેમણે અરુણાચલ પ્રદેશ અંગે કહ્યું કે ,અરુણાચલ પ્રદેશ પણ ભારતનો જ એક ભાગ છે, એક થી વધુ વખત આ વાત ચીનને સ્પષ્ટ પણે રજુ કરવામાં આવી ચૂકી છે.
 • સાહીન-

LEAVE YOUR COMMENT