1. Home
  2. ગુજરાતી
  3. ફેસબૂક લોન્ચ કરી રહ્યું છે ‘ન્યૂઝ ટેબ’, આ ટેબના માઘ્યમથી પબ્લિશર્સને મળશે વળતર
ફેસબૂક લોન્ચ કરી રહ્યું છે ‘ન્યૂઝ ટેબ’, આ ટેબના માઘ્યમથી પબ્લિશર્સને મળશે વળતર

ફેસબૂક લોન્ચ કરી રહ્યું છે ‘ન્યૂઝ ટેબ’, આ ટેબના માઘ્યમથી પબ્લિશર્સને મળશે વળતર

0

આપણે ઈન્ટરનેટના આઘુનિક યુગમાં છે ત્યારે સમાચાર વાંચવા માટે ઓનલાઈન એપ્સની મદદ લેતા હોઈએ છે,દરેક સમાચાર પત્ર પોતાની મોબાઈલ એપ્લિકેશન ચલાવતા જ હોય છે ત્યારે હવે આ ન્યૂઝ એપ્લિકેશનમાં ફેસબૂક ન્યૂઝ ટેબનો ઉમેરો થવા જઈ રહ્યો છે.

ફેસબૂકે વર્ષ 2014મા ટ્રેન્ડિંગ ફીચર લોન્ચ કર્યું હતું,જેમાં ટ્રેન્ડિંગ આર્ટિકલ્સ મુકવામાં આવતા હતા અને તેના સાથે જોડાયેલ કવરેજ દેખાતું હતું,પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે ફેસબૂક પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે,કંપની ટ્રેન્ડિંગની સાથે સાથે અમુક ચોક્કસ લોકોને નફો કરાવવા માટે છેડછાડ કરી રહી છે,વર્ષ 2018મા  આ કારણોસર કંપનીએ આ એપ્સ બંઘ કરી દીધી હતી,જ્યારે હવે ફરી ફેસબૂક એક નવું સેક્શન લોન્ચ કરવાની તૈયારીમાં છે જેને ન્યૂઝ કહેવામાં આવશે.

મળતી માહિતી મુજબ,શુક્રવાર 25 ક્ટોબરે ફેસબૂક ન્યૂઝ ટેબ લોન્ચ કરી રહ્યું છે,  ટેબમાં હજારો ન્યૂઝ પબ્લિશર્સની પોસ્ટ રજુ કરવામાં આવશે, ‘ઘ વોશિંગટન પોસ્ટ’ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેસબૂકની આ વિગતની માહિતી મેળવાનાર લોકોએ કહ્યું કે, ફેસબૂક ટેબમાં કોન્ટેન્ટ માટે વળતર પણ આપવામાં આવશે. કેટલાક સમય પહેલા ‘ઘ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે, ફેસબૂકે આ નવા ન્યૂઝ સેક્શન માટે ન્યૂઝ સંસ્થા સાથે સંપર્ક કર્યો છે,ફેસબૂકે પોતાની ન્યૂઝ ટેબ માટે લાઈસન્સ કોન્ટેન્ટ માટે ન્યૂઝ પબ્લિશર્સને પૈસા ઓફર કરશે.

જ્યારે આ વિષય પર ફેસબૂક કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે કહ્યું કે,”આ અઠવાડિયામાં અમે એક મોટી જાહેરાત કરનાર છે,અને તે હાઈક્વોલિટી જર્નાલિઝ્મ સાથે જોડાયલ છે,આ મોટી ઈનિશિએટિવ છે જે ન્યૂઝ અને ઝર્નાલિઝમ પર આઘારિત હશે,અમે આ માટે કેટલાક લોકો સાથે ભાગીદારી કરી રહ્યા છે તેથી એક એવું પ્રોડેક્ટ બનાવી શકાય કે જે હાઈ ક્વોલિટી જર્નાલિઝ્મને સપોર્ટ કરી શકે”

ઉલ્લેખનીય છે કે ફેસબુક પર  સતત ખોટા સમાચારો અને અફવાઓને રોકવામાં નિષ્ફળતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફેસબુકે પહેલા પણ ખોટા સમાચારો અને અફવાઓ પર નિયંત્રણ કરવાની વાત કરી હતી,અને તે માટે કંપનીએ અનેક બીજી કંપનીઓ સાથે ભાગીદારી કરી હતી,જો કે આ તમામ પ્રયત્ન બાદ પણ ખોટા સમાચારો પર નિયંત્રણ જોવા મળી નથી રહ્યું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.