1. Home
  2. Regional
  3. અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને લોકો પાસેથી નાણા પડાવતો નકલી Dysp ઝડપાયો
અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને લોકો પાસેથી નાણા પડાવતો નકલી Dysp ઝડપાયો

અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને લોકો પાસેથી નાણા પડાવતો નકલી Dysp ઝડપાયો

0

અમદાવાદઃ શહેરમાં ચોરી, લૂંટ અને અપહરણ સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે આ ગુનાને ડામવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન પોલીસની વર્ધી પહેરીને ડીવાયએસપી હોવાની ઓળખ આપીને લોકો સામે રોફ જમાવીને નાણા પડાવતા નકલી ડીવાયએસપીને અસલ પોલીસે ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિનેશ મહેરિયા નામનો યુવાન છેલ્લા કેટલાક સમયથી પોલીસની વર્ધી પહેરીને પોતે ડીવાયએસપી હોવાની ઓળખ આપતો હતો. તેમજ લોકોને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપીને તેમની પાસેથી નાણા પડાવતો હતો. દરમિયાન શહેર કોટડા પોલીસે નકલી ડીવાયએસપી દિનેશ મહેરિયાને મેમ્કો ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો.

આ અંગે પોલીસે ગુનો નોંધીને આ નકલી ડીવાયએસપીએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરીને રૂપિયા પડાવ્યા અને કેટલા લોકો તેની સાથે મળેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની તપાસમાં કેટલાક ગુનાનો ભેદ ઉકેલાવાની શખયતાઓ વ્યક્ત થઈ રહી છે.

tags:

LEAVE YOUR COMMENT