1. Home
  2. Regional
  3. અમદાવાદમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઈઃ મહિલાની ધરપકડ
અમદાવાદમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઈઃ મહિલાની ધરપકડ

અમદાવાદમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઈઃ મહિલાની ધરપકડ

0

અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં ધમધમતી નકલી દારૂ બનાવતી ફેકટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે છાપો મારીને ઘરમાંથી દારૂની 220 જેટલી બોટલો જપ્ત કરીને મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે મહિલાનો પુત્ર સહિત પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મહિલા પુત્ર અને તેના મિત્રો સાથે મળીને દારૂની ફેકટરી ચલાવતી હોવાનું ખૂલ્યું છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ આરંભી છે. આ કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સાબરમતી વિસ્તારમાં એક મકાનમાં સસ્તી દારૂને મોંઘી બોટલોમાં ભરીને વેચાણ કરવામાં આવતું હતું. બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડા પાડી નયના મોદી નામની મહિલા આરોપીને ઝડપી લીધી છે. આરોપી પાસેથી ઘરમાં રહેલી 220 જેટલી દારૂની બોટલો પણ કબ્જે કરવામાં આવી હતી. જોકે ઝડપાયેલ આરોપી નયનાનો પુત્ર રાહુલ અને તેના અન્ય 4 મિત્રો ફરાર થઈ ગયા હતા. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પીસીબીએ દરોડા પાડી તપાસ કરતા મહિલાના ઘરમાંથી સસ્તી દારુની બોટલો અને મોંઘી દારૂની ખાલી બોટલો કબ્જે કરવામાં આવી છે. નયના મોદીના પુત્ર રાહુલનો અકસ્માત થયા બાદ તેના મિત્રો સાથે મળી બનાવટી દારુ વેચવાનુ રેકેટ શરૂ કર્યુ હતું. જેમા આરોપી સસ્તી દારુને મોંઘી બનાવી વેચાણ કરતા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધી દારૂનુ વેચાણ કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આરોપીઓ ઝડપાયા બાદ આ કેસમાં નવા ખુલાસા થવાની શકયતાઓ છે.

LEAVE YOUR COMMENT