in ,

અમદાવાદના સોલામાંથી નકલી PSI ઝડપાયો

  • રોફ જમાવવા રાખતો હતો એરગન
  • તાજેતરમાં જ પોલીસને થાપ આપી થયો હતો ફરાર
  • પોલીસે નકલી PSI સામે કાર્યવાહી હાથ ધરી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસનો ઉપદ્રવ વધ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરના ચાણ્યક્યાપુરી વિસ્તારમાંથી પોલીસે નકલી પીએસઆઈને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાન લોકો ઉપર પોલીસનો રોફ જમાવવા માટે પોતાની સાથે એરગન રાખતો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં સોલા ઓવરબ્રિજ પાસે એક યુવાન એરગન કમર પર લગાવીને પીએસઆઈ તરીકેની ઓળખ આપીને લોકો ઉપર રોફ જમાવતો હતો. દરમિયાન પેટ્રોલીંગ કરતી પોલીસે શંકાના આધારે યુવાન પાસે આઈકાર્ડની માંગણી કરી હતી. જો કે, યુવાને આઈકાર્ડ ઘરે ભુલી ગયાનું બહાનું કરતી પોલીસે તેને પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું. ત્યારે યુવાન પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. યુવાનનું નામ પાર્થ હોવાનું ખૂલ્યું હતું. દરમિયાન પોલીસે ચાણક્યાપુરી વિસ્તારમાંથી પાર્થને ઝડપી લઈને એરગન કબજે કરી હતી.  પાર્થ RPFની પરીક્ષા આપ્યા બાદ નાપાસ થતા પોલીસ કર્મીનો વહેમ રાખી ફરતો હતો.તેમજ સાથે ડુપ્લીકેટ એરગન લઈને ફરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપ અને કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો

World Alzheimer Day 2019: જાણો કઇ રીતે થાય છે અલ્ઝાઇમર અને શું છે તેના લક્ષણો