1. Home
  2. Political
  3. અમરોહામાં બુરખાની આડમાં બોગસ વોટિંગનો ઉમેદવારે લગાવ્યો આરોપ
અમરોહામાં બુરખાની આડમાં બોગસ વોટિંગનો ઉમેદવારે લગાવ્યો આરોપ

અમરોહામાં બુરખાની આડમાં બોગસ વોટિંગનો ઉમેદવારે લગાવ્યો આરોપ

0

અમરોહા: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન યુપીની આઠ લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. યુપીની અમરોહા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંવરસિંહ તંવરે વોટિંગ કર્યું છે અને આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ વોટર બુરખાની આડમાં નકલી વોટિંગ કરી રહ્યા છે. ભાજપના ઉમેદવારના આરોપ બાદ બીએસપીના નેતા અને સપા-બસપા-રાલદોના સંયુક્ત ઉમેદવાર દાનિશ અલીએ પલટવાર કર્યો છે.

ભાજપના ઉમેદવાર કંવરસિંહ તંવરે ગુરુવારે મતદાનના બીજા તબક્કામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે વોટિંગ બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે દેશની જનતાએ નક્કી કર્યું છે કે નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાના છે. તેમણે કહ્યુ છે કે લોકોમાં ભારે ઉત્સાહ છે. લોકો સવારથી જ કતારોમાં લાગ્યા છે અને વિકાસ માટે વોટિંગ કરશે. તેમણે કહ્યુ છે કે અમરોહામાં વિકાસના ઘણાં કામ થયા છે. લોકોનો વિકાસ થયો છે. પરંતુ તેમણે એ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ વોટર બુરખાની આડમાં બોગસ વોટિંગ કરી રહ્યા છે.

બીએસપીના ઉમેદવાર દાનિશ અલીએ કહ્યુ છે કે મુઝફ્ફરનગર બાદ હવે અમરોહામાં ભાજપના જ ઉમેદવાર નકલી વોટિંગની વાત કરી રહ્યા છે. પરંતુ સાચી વાત એ છે કે ભાજપ એ જાણે છે કે 2019માં તેનો માર્ગ સાફ થઈ ચુક્યો છે. માટે બુરખા અને મંદિર-મસ્જિદની આડ લઈ રહ્યું છે. તેમણે કહ્યુ છે કે જે પ્રકારનો માહોલ દેખાઈ રહ્યો છે, તે સ્પષ્ટ કરે છે કે આ બેઠક બીએસપી જીતી રહી છે.

મહત્વપૂર્ણ છે કે કંવરસિંહ તંવર અમરોહાથી પ્રવર્તમાન સાંસદ છે. તેમનો મુકાબલો બીએસપીના કુંવર દાનિશ અલી અને કોંગ્રેસના સચિન ચૌધરી સાથે છે. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ છે.

LEAVE YOUR COMMENT