1. Home
  2. ગુજરાતી
  3. સાવધાન! ખતરનાક અને પાવરફુલ એન્ડ્રોઈડ મેલવેયરની ત્રણ વર્ષ બાદ ફરીથી વાપસી
સાવધાન! ખતરનાક અને પાવરફુલ એન્ડ્રોઈડ મેલવેયરની ત્રણ વર્ષ બાદ ફરીથી વાપસી

સાવધાન! ખતરનાક અને પાવરફુલ એન્ડ્રોઈડ મેલવેયરની ત્રણ વર્ષ બાદ ફરીથી વાપસી

0
  • fakesky વિશ્વભરના યુઝર્સને બનાવી રહ્યું છે નિશાન
  • fakesky નામનું મેલવેયર ઓક્ટોબર 2017માં જોવા મળ્યું હતું
  • માત્ર એક જ મેસેજ સાથે બેંક એકાઉન્ટ કરવામાં આવી રહ્યું છે ખાલી

એક ખતરનાક અને પાવરફુલ એન્ડ્રોઈડ મેલવેયર ત્રણ વર્ષ પછી ફરી પાછું આવી ગયું છે. આ મેલવેયર યુઝર્સની બેંકિંગ વિગતવાર અને પર્સનલ માહિતી ચોરી કરવામાં સક્ષમ છે. fakesky નામનું મેલવેયર ઓક્ટોબર 2017માં જોવા મળ્યું હતું, જ્યારે તેણે જાપાન અને દક્ષિણ કોરિયામાં લોકોએ નિશાન બનાવ્યું હતું. પરંતુ હવે Cybereason Nocturnusના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે fakesky વિશ્વભરના યુઝર્સને નિશાન બનાવી રહી છે. આમ મેલવેયર ચીન, તાઇવાન, ફ્રાન્સ, સ્વિટ્ઝલેન્ડ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય દેશો પર એટેક કરી રહ્યું છે.

આ મેલવેયર પોસ્ટલ સર્વિસ એપ્લિકેશન તરીકે સંદેશ મોકલીને યુઝર્સને બેવકૂફ બનાવી રહ્યું છે. હકીકતમાં, આ વખતે પણ, આ મેલવેયર યુઝર્સના બેંક એકાઉન્ટ પર છે. રિપોર્ટ અનુસાર, આ મેલવેયર સ્માઈશિંગ અથવા એસએમએસ-ફિશિંગ એટેક દ્વારા યુઝર્સને ટાર્ગેટ બનાવી રહ્યું છે. તે યુઝર્સને એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહેતા એસએમએસ મોકલે છે.

આવી રીતે ખાલી કરે છે એકાઉન્ટ

એકવાર આ વાયરસવાળી એપ્લિકેશન ખોલતા જ તે યુઝર્સને બે પરમિશન માંગે છે. પહેલી પરમિશનની મદદથી તે ડીવાઇસ પર આવતા મેસેજને વાંચી શકે છે અને બીજાની મદદથી ડીવાઇસ લોક થવા પર પણ બેંક ગ્રાઉન્ડમાં કામ કરતું રહે છે.

એક વાર પરમિશન મળ્યા બાદ, તમારી મહત્વપૂર્ણ જાણકારીઓ, જેમ કે તમારો ફોન નંબર, ડિવાઇસ મોડેલ, ઓએસ વર્ઝન, ટેલિકોમ પ્રોવાઈડર, બેંકિંગ વિગતો, આઇએમઇઆઈ નંબર અને આઇએમએસઆઇ નંબર ચોરી કરે છે. રિસર્ચનું માનવું છે કે તેની પાછળ ચીની જૂથ Roming Mantis  કામ કરી રહ્યું છે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.