revoinews

મોદી સરકારના બીજા કાર્યકાળમાં પણ ક્રૂડ ઓઇલમાં નરમી શરૂ

ક્રૂડ ઓઇલની ગ્લોબલ કિંમતોમાં 9 ડોલર પ્રતિ બેરલનો મોટો ઘટાડો થવાને કારણે દેશમાં ફ્યુએલના ભાવ ટુંક સમયમાં નીચા ઉતરી શકે છે. તેનાથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળની શરૂઆતમાં ઓઇલ પ્રાઇસિસમાં શું એવો જ ઘટાડો થશે, જે તેમના પહેલા કાર્યકાળની શરૂઆતમાં જોવા મળ્યો હતો. સોમવારે ક્રૂડના ભાવ ઘટીને 61 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયા, જે ગુરૂવારે 70 ડોલર કરતા વધારે હતા. તેનું કારણ અમેરિકા અને ચીન તેમજ મેક્સિકો જેવા તેના કેટલાક મુખ્ય વેપારી સહયોગી દેશોની વચ્ચે તણાવ વધવાથી વૈશ્વિક મંદીની આશંકા છે.

દેશના ઓઇલ માર્કેટ પર ગ્લોબલ ટ્રેન્ડની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. 29 મેથી પેટ્રોલ 56 પૈસા અને ડીઝલ 93 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. જો ક્રૂડ ઓઇલના ગ્લોબલ પ્રાઇસિસમાં ઘટાડો ચાલુ રહે તો ડોમેસ્ટિક માર્કેટમાં ફ્યુએલ વધુ સસ્તું થશે. ભારતીય પેટ્રોલિયમ કંપનીઓ ફ્યુએલના પ્રતિ દિવસના ભાવને નક્કી કરવા માટે ઇન્ટરનેશનલ ફ્યુલ પ્રાઇસિસ અને કરન્સીમાં ઉતાર-ચડાવના સરેરાશનો ઉપયોગ કરે છે. તેનાથી લોકલ ભાવોમાં ગ્લોબલ માર્કેટની અસર તાત્કાલિક નથી દેખાતી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટ્રેડ પોલિસીથી કોમોડિટી માર્કેટમાં ગભરાટ છે. એવી આશંકા છે કે ટ્રેડ વોરના કારણે ઓઇલની ડિમાન્ડ ઘટી શકે છે. ગ્લોબલ સ્લોડાઉનની સાથે જ અમેરિકામાં ઓઇલનું પ્રોડક્શન વધવાથી ઇરાન અને વેનેઝુએલામાં સપ્લાયમાં ઘટાડાની અસર ખતમ થઈ જશે.

વૈશ્વિક તેલના ભાવોમાં ઘટાડો એના પર નિર્ભર કરશે કે અમેરિકા અન્ય દેશો સાથે ટ્રેડને લઇને પોતાના વિવાદનો કેવી રીતે ઉકેલ લાવે છે.

Related posts
Regionalrevoinewsગુજરાતી

સરકાર મેડિકલ સુવિધા આપે તો કોંગ્રેસના કાર્યાલયોને કોવિડમાં ફેરવવા તૈયાર છીએઃ ચાવડા

અમદાવાદ :   રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેથી સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ કહી છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઇને…
revoinews

સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે કોવિડ કેસ સેન્ટર શરૂ કરાશે

અમદાવાદઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં…
revoinews

ભીલડી અને જોધપુર વચ્ચે શનિવારથી દોડશે ડેમુ સ્પેશિયલ

અમદાવાદઃ પશ્વિમ  રેલ્વે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ટ્રેન નંબર…

Leave a Reply