1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ સિનેમાઘરોમાં રિલીઝ- આયુષ્માનનો શાનદાર અભિનય
ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ સિનેમાઘરોમાં રિલીઝ- આયુષ્માનનો શાનદાર અભિનય

ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ સિનેમાઘરોમાં રિલીઝ- આયુષ્માનનો શાનદાર અભિનય

0
  • શુભ મંગલ જ્યાદા સાવધાન’ ફિલ્મ રીલીઝ
  • દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા
  • કાર્તિક-અમનના પ્રેમની વાર્તા
  • આયુષ્માનની ફિલ્મમોમાં હોય છે એક અલગ મેસેજ

બૉલિવૂડમાં ખાસ સ્ટોરી માટે અભિનય કરતા એભિનેતા આયુષ્માન ખુરાનાએ તેમની એક્ટિંગને લઈને ખુબ જ નામના મેળવી છે,તેમની ફિલ્મોનો વિષય હંમેશા કઈક અલગ જ જોવા મળે છે તેમની ફિલ્મ દુનિયાને એક મેસેજ આપી જાય છે.જ્યા આપણે જે કરવાનું વિચારી પણ શકતા નથી ત્યા આયુષ્માન ખુરાના પોતાના અભિનયથી એક અલગ ઈમેજ છોડી જાય છે.

આયુષ્માનની ફિલ્મ શુભ મંગલ સાવધાનની સિક્વલ શુભ મંગલ જ્યાદા સાવધાન આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે,તો દર્શકોએ આ ફિલ્મના વખાણ કર્યા છે,આયુષ્માનની આ ફિલ્મમાં તેમની હીરોઈનના રુપમાં જીતેન્દ્ર કુમાર જોવા મળે છે,કાર્તિકનો રોલ પ્લે કરી રેહલા આયુષ્માન અમનનો રોલ પ્લે કરી રહેલા જીતેન્દ્ર કુમારના ગળાડૂબ પ્રેમમાં પડે છે.પરંતુ  એક યુવકનું બીજા યુવકને પ્રેમ કરવાની અસહજ વાત દુનિયાને સ્વીકાર નથી અને આ બન્ને એક્ટરો તેના માટે સંધર્ષ કરતા આ ફિલ્મમાં નજરે પડે છે,બન્નેના પ્રેમની કહાનિ વચ્ચે કોમેડી પણ સર્જાય છે.

જ્યારે અમન અને કાર્તિકની જોડીની ચર્ચાઓ થવા લાગે છે,ત્યારે અમનના પિતા ગજરાજ રાવ જે ત્રિપાઠીનો રોલ પ્લે કરી રહ્યા છે તેમને આ બન્નેનો પ્રેમ મંજુર નથી હોતો,ત્યારે ફિલ્મ જોયા પછી જ જાણી શકાશે કે શું કાર્તિક અમનને પામવામાં સફળ થશે કે નિષ્ફળ?

આયુષ્માન ખુરાના બૉલિવૂડ જગતમાં સ્ટીરિયોટાઈપ તોડવામાં જોતરાયા છે,જ્યા આવા ટોપીક પર કામ કરતા લોકો શરમ અનુભવે છે ત્યા આયુષ્માન ખુલીને એકટિંગ કરે છે અને દર્શકોને તેમની એક્ટિંગ પસંદ પણ આવ છે.આ પહેલા આયુષ્માને ‘ડ્રિમગર્લ’માં પૂજાના પાત્રથી ધમાચકડી મચાવી હતી અને સુંદર મેસેજ દર્શકોને આપ્યો હતો.તે ઉપરાંત ‘બાલા’ ફિલ્મમાં પણ ગંજાપણાને લઈને તેમણે એક સુંદર અને સમજવા જેવો મેસેજ આપ્યો છે, તેમની ફિલ્મ ‘બધાઈ’માં પણ તેઓએ શાનદાર અભિનય કરીને લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે.

આયુષ્માનની ફિલ્મનો વિષય સેન્સેટિવ હોય છે તો સાથે-સાથે કોમેડી પણ જોવા મળે છે,એવી જ રીતે ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ પણ કોમેડીની સાથે સાથે એક મેસેજ આપતી ફિલ્મ છે,આ ફિલ્મની રાહ આતુરતાથી જોવાઈ રહી હતી ત્યારે હવે આજે આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે બોક્સ ઓફિસ પર તેને સારો એવો પ્રતિસાદ મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.ફિલ્મમાં તેઓ એક યુવક સાથે રોમાન્સ કરતા નજરે પડશે.

આ ફિલ્મની તારીફ અનેક બૉલિવૂડ સ્ટાર્સ પણ કરી રહ્યા છે.ફિલ્મ ડાયરેક્ટર મિલાપ ઝવેરી અને સુમિત વ્યાસએ આ ફિલ્મ વિશે ટ્વિટ કરી છે.આયુષ્માન ખુરાના અને જીતેન્દ્ર કુમાર સાથે ફિલ્મમાં ગજરાજ રાવ,નીના ગુપ્તા,માનવી ગાગરુ,પંખુડી અવસ્થી,સિનીતા રાજરાવ,મનુઋષિ ચડ્ડા અને નીરજ સિંહ જેવા અનેક કલાકારો જોવા મળે છે,ફિલ્મને ડાયરેક્ટર હિતેશ કેવલ્યાએ બનાવીને છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.